GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

Jioના યુઝર્સમાં ફરી એકવાર વધારો, માર્ચ મહિનામાં 30 લાખ નવા યુઝર્સ જોડાયા

Jio

ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ Jioના ગ્રાહકોની સંખ્યામાં ફરી એકવાર વધારો નોંધાયો છે. કંપનીએ માર્ચમાં 30 લાખથી વધુ નવા યુઝર્સનો ઉમેરો થયો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે. અહીં એરટેલે પણ તેના યુઝર્સમાં વધારો કર્યો છે, જે દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે. કંપનીએ માર્ચમાં 10 લાખથી વધુ વપરાશકર્તાઓ ઉમેર્યા. જયારે વોડાફોન આઈડિયાને પણ આ વખતે નુકસાન થયું છે.

Jio ટેલિકોમ એ ફરી એકવાર તેના ગ્રાહકોની સંખ્યામાં સૌથી વધુ વધારો નોંધાવ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ માર્ચ 2023ના તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે રિલાયન્સ Jio એ 30.5 લાખ યુઝર્સનો વધારો હાંસલ કર્યો છે. જયારેભારતી એરટેલે પણ 10.37 લાખ વપરાશકર્તાઓ ઉમેર્યા છે. તો વોડાફોન આઈડિયાને અહીં મોટું નુકસાન થયું છે. માર્ચ 2023માં કંપનીના 12.12 લાખ યુઝર્સમાં ઘટાડો થયો હતો.

Jio

Jioના યુઝર્સની સંખ્યા હવે વધીને 43 કરોડથી વધારે થઈ ગઈ છે. એરટેલના યુઝર્સની સંખ્યા પણ વધીને 37.09 કરોડ થઈ ગઈ છે. વોડાફોને 12.12 લાખ યુઝર્સ ગુમાવ્યા, ફેબ્રુઆરીમાં 23.79 કરોડ યુઝર્સ હતા અને તે ઘટીને માત્ર 23.67 કરોડ થઈ ગયા છે. જે . અગાઉ, જીઓએ ફેબ્રુઆરીમાં 10 લાખ નવા યુઝર્સ મેળવ્યા હતા. જાન્યુઆરીમાં તેના ગ્રાહકોની કુલ સંખ્યા 42.61 કરોડ હતી, જે ફેબ્રુઆરીમાં વધીને 42.71 કરોડ થઈ ગઈ છે. ભારતી એરટેલે પણ ફેબ્રુઆરીમાં 9.82 લાખ નવા યુઝર્સ ઉમેર્યા છે અને તેના કુલ ગ્રાહકોની સંખ્યા 36.98 કરોડ થઈ છે. હવે માર્ચ 2023 સુધી તે 37.09 કરોડ થઈ ગયો છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) નો અહેવાલ જણાવે છે કે દેશમાં પાંચ મુખ્ય ટેલિકોમ સેવા પ્રદાતાઓ કુલ બ્રોડબેન્ડ ગ્રાહકોના 98.37% છે. જેમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમના 43.85 કરોડ યુઝર્સ, ભારતી એરટેલના 24.19 કરોડ યુઝર્સ, વોડાફોન આઈડિયાના 12.48 કરોડ યુઝર્સનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર ભારતમાં ટેલિફોન ગ્રાહકોની કુલ સંખ્યા 117.2 કરોડ હોવાનું કહેવાય છે. તેમાં 0.21 ટકાના દરે વધારો થયો છે. ભારતમાં શહેરી ટેલિફોન ગ્રાહકોની સંખ્યા 65.3 કરોડ હોવાનું નોંધાયું છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 51.8 કરોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV