ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરાયા છે તેવા અહેવાલો વહેતા થયા હતા આ સ્થિતિ વચ્ચે જિનપિંગ બેઇજિંગમાં એક પ્રદર્શનમાં દેખાયા હતા જેના પગલે ચીનના પ્રમુખ જિનપિંગ નજરકેદ કરાયા છે તેવા સમાચાર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

જિનપિંગ ન તો જેલમાં છે કે ન તો પીપલ્સ લિબરેશન આર્મીએ કોઈ બળવો કર્યો છે. જિનપિંગ મંગળવારે ચીની સરકારી ટીવી ચેનલ સીસીટીવી પર દેખાયા. તે એક પ્રદર્શનમાં જોવા મળ્યા હતા. બેઇજિંગના પત્રકાર ઓલિવીયા સિયાંગે ચીની રાષ્ટ્રપતિની અનેક તસવીરોને ટ્વીટ કરીને આની પુષ્ટિ કરી છે.
Chinese President Xi Jinping appears on state television CCTV’s primetime bulletin visiting an exhibition on “Forging a new era” in Beijing pic.twitter.com/extcD2s7up
— Olivia Siong (@OliviaSiongCNA) September 27, 2022
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉઝબેકિસ્તાનમાં SCOની બેઠકમાંથી પરત ફર્યા બાદ પ્રથમ વખત જાહેરમાં દેખાયા છે. વાસ્તવમાં, સમરકંદમાં એસસીઓની બેઠકમાંથી પરત ફરેલા શી જિનપિંગ કોઈપણ જાહેર મંચ પર દેખાયા ન હતા, જેના પછી સોશિયલ મીડિયા પર અફવાઓ શરૂ થઈ હતી.
Read Also
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ