GSTV

ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે મોટા સમાચાર, જિનપિંગ અને મોદી કરી શકે છે અહીં બેઠક

ચીન

Last Updated on September 9, 2020 by Bansari

ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના સમાચાર દરમિયાન ગુરૂવારે બન્ને નેતાઓની વચ્ચે મુલાકાત પર ચર્ચા થશે. મનાઈ રહ્યું છે કે બન્ને દેશોની વચ્ચે મુલાકાત શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ)માં થશે.

એસસીઓ બેઠકમાં ભાગ લેવા માટે રશિયા પહોંચ્યા વિદેશ મંત્રી

વિદેશ મંત્રી એસ જયશંકરની એસસીઓ બેઠકમાં ભાગ લેવા માટે રશિયા પહોંચ્યા છે. તેમની મુલાકાત તેમના સમકક્ષ વાંગ યી સાથે થવાની છે. બન્ને દેશોના વિદેશના મંત્રીઓની વચ્ચે નિર્ણય થશે કે પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિંનપિંગની મુલાકાત થશે કે નહીં હાલમાં જ રાજનાથ સિંહ રશિયાના પ્રવાસે હતા અને એસસીઓ દરમિયાન પોતાના સમકક્ષ જનરલ વેઈ ફેંગહી સાથે મોસ્કોમાં મુલાકાત કરી હતી.

રાજનાથ

ચીને રક્ષા મંત્રી સિંહ સાથે મુલાકાત કરવા આજીજી કરી હતી.ચીનના રક્ષા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનની વચ્ચે રહેલા તણાવનું કારણ અને સત્ય બહું સાફ છે અને આની સંપૂર્ણ જવાબદારી ભારતની છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીન પોતાના ક્ષેત્રને ગુમાવી ન શકે અને ચીની સેના રાષ્ટ્રીય સંપ્રભુતા અને અખંડતા માટે સંપૂર્ણ રીતે દ્રઢ, આત્મવિશ્વાસી અને લાયક છે. બન્ને દેશોને ચેરમેન જિંનપિંગ અને પીએમ મોદી દ્વારા બનાવાયેલી સમજૂતિ લાગુ કરવી જોઈએ અને વાતચીતથી સમસ્યા ઉકેલવી જોઈએ.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!