GSTV

કંગનાની મુશ્કેલીઓ વધશે/ ખાપ પંચાયતની ખુલ્લી ચેતવણી, હિમ્મત હોય તો હરિયાણામાં આવી બતાવે !

ખેડૂત આંદોલનને લઈને કરેલા ટ્વીટ બાદ કંગના રાનૌતની મુશ્કેલીઓ વધતી હોય તેવું લાગી રહ્યુ છે. કંગનાએ કરેલા ટ્વીટનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે હરિયાણા ખાપ પંચાયતોએ કંગના ખુલ્લેઆમ ચેતવણી આપી છે. અને કહ્યુ છે કે, હિમ્મત હોય તો હરિયાણા આવીને બતાવે. અખિલ ભારતીય સર્વજાતિય પુનિયા ખાપ પંચાયતના રાષ્ટ્રીય પ્રવક્તા અને ખાપ નેતા જિતેન્દ્ર છાતરે કહ્યુ હતું કે, કંગનામાં હિમ્મત હોય તો, હરિયાણા આવીને બતાવેય તેને પોતાની ઔકાત શું છે તે ખબર પડી જશે.

ખાપ નેતા જિતેન્દ્ર છાતરનું કહેવુ છે કે, સમગ્ર દેશમાં ખાપે કંગના રાનોતના શરમજનક નિવેદનોની આકરી ટીકા કરી છે અને તેને ચેતવણી આપીએ છીએ કે, આ પ્રકારના નિવેદન આપ્યા બાદ જો તેનામાં હિમ્મત હોય તો તે હરિયાણા કે, તેની આસપાસ આવીને બતાવે. આ ઉપરાંત તેમણે કહ્યુ છે કે, હરિયાણાની આસપાસના રાજ્યો પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાનમાં ઘૂસીને બતાવે. તેને પોતાની હૈસિયત શું છે તેની ખબર પડી જશે.

READ ALSO

Related posts

તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ

Pravin Makwana

પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર

Ali Asgar Devjani

દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!