GSTV
Gandhinagar ગુજરાત

ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના

ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં ભગવાન મહાવીર સ્વામીના લલાટ પર સૂર્ય તિલકનો અદ્દભૂત નજારો જોવા મળશે. દર વર્ષે ભગવાનના ભાલે થતાં સૂર્યકિરણની આ અલૌકિક ખગોળીય ઘટના દેશભરના લોકો નિહાળે છે.

મહાવીરલય જિનપ્રસાદના શિખરમાંથી સૂર્યકિરણ તીર્થના મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનના લલાટ પર દેદીપ્યમાન થાય છે. ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે ભગવાનની પ્રતિમા ઉપર સૂર્યતિલક થાય એવી આ ઘટના એક માત્ર કોબા જૈન તીર્થ ખાતે જ જોવા મળે છે.

ઘણાં વર્ષોથી આ સૂર્ય તિલક થાય છે અને હજી સુધી કોઈ વાદળ કે કોઈપણ પ્રાકૃતિક આપદાને કારણે સૂર્ય તિલક ન થયું હોય એવો પ્રસંગ બન્યો નથી. કદાચ આ વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ પ્રમાણે સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે. આ અદ્દભૂત ઘટના જીવનમાં યશ. કીર્તિ અને ઉન્નતિકારક બની રહે છે તેવી શ્રદ્ધાને કારણે દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે.

MUST READ:

Related posts

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા

Zainul Ansari

વંદે ગુજરાતમાં અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ખબર છે કે ફરી મંત્રી નથી બનવાના

Binas Saiyed
GSTV