GSTV
Ajab Gajab Trending

વાઇરલ / જીમની રાસલીલા પડી પતિ પર ભારે! પત્નીએ કર્યો એવો હાલ કે દ્રશ્ય જોઈને થઇ જશે તમારી આંખો પહોળી

મધ્યપ્રદેશમાં આવેલ ભોપાલના એક પતિ, પત્ની અને તેની પ્રેમિકા વચ્ચેના ઝઘડાનો એક એવો વિડીયો વાઇરલ થયો છે કે, જે જોઈને થોડીવાર માટે તમારી પણ આંખો એક જ જગ્યાએ ખુલ્લી અને સ્થિર રહી જશે. આ વીડિયો કોહેફિજા વિસ્તારના એક ફિટનેસ સેન્ટરનો હોવાનુ માનવામા આવે છે. અહીં પત્નીએ પતિને તેની પ્રેમિકા સાથે મસ્તી કરતા પકડ્યો હતો. આ દ્રશ્ય જોઈને પત્ની એવી ઉશ્કેરાઈ ગઈ હતી કે તેણે તુરંત જ તેના પતિના વાળ પકડી લીધા હતા અને તેની પ્રેમિકાને મારવાનુ પણ શરૂ કર્યું હતું. પતિ જ્યારે તેની પ્રેમિકાને બચાવવા માટે આગળ આવ્યો ત્યારે તેની પત્નીએ ચપ્પલથી એવી ધોલાઈ કરી કે, તે આજીવન નહિ ભૂલી શકે. હાલ પોલીસે આ કેસમાં બંને પક્ષો તરફથી ગુનો નોંધી આ ઘટના અંગે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. 

પત્નીને હતી શંકા :

પોલીસના જણાવ્યા મુજબ પત્નીને લાંબા સમયથી તેના પતિ પર શંકા હતી. તેણે એકવાર તેના પતિને એક યુવતી સાથે બાઇક પર જોયો હતો. ત્યારથી પત્ની પતિનો પીછો કરવા લાગી. 15 ઓક્ટોબરના રોજ સાંજના 6 વાગ્યે પત્ની તેની બહેન સાથે તેના પતિની પાછળ-પાછળ ફિટનેસ સેન્ટરમા પહોંચી ગઈ હતી અને અહીં જઈને તેણે તેના પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે રંગે હાથ પકડ્યો હતો. 

પત્નીનો આક્ષેપ પતિએ આપી ગાળો :

પત્નીએ તેના પતિ પર એવો આક્ષેપ લગાવ્યો છે કે, જ્યારે તેણે તેના પતિને આ યુવતી વિશે પૂછ્યું ત્યારે તેણે તેને ગાળો આપવાનું શરૂ કરી દીધુ અને તેને માર મારવામાં આવ્યો હતો, જેમાં તેની પ્રેમિકાએ પણ તેનો સાથ આપ્યો હતો. ત્યારબાદ પત્નીએ તેની પ્રેમિકા અને તેના પતિને ચપલાથી માર મારીને બંનેની ધૂળ કાઢી નાખી હતી. બીજી તરફ પ્રેમિકાનુ કહેવું એવુ છે કે, તેના પ્રેમીની પત્ની તેની બહેન સાથે તેની પાસે આવી હતી અને તેને ગાળો આપવા લાગી હતી. જ્યારે તેણે તેનો વિરોધ કર્યો ત્યારે તેણે માર મારવાનું શરૂ કર્યું હતું, જેમાં તેને ઘણી જગ્યાએ ઈજાઓ પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પત્ની દ્વારા 15 ઓક્ટોબરના રોજ દહેજ માટે પતિ તરફથી સતામણી કરવામા આવતી હોવાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.

Read Also

thai

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV