GSTV
Home » News » હવે સલમાન ખાનની ભુમિકા ભજવશે ‘ખિલજી’નો ગુલામ

હવે સલમાન ખાનની ભુમિકા ભજવશે ‘ખિલજી’નો ગુલામ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતમાં રણવીર સિંહની ભુમિકાથી સૌકોઇ તેના ચાહક બની ગયાં છે. પરંતુ ખિલજીના સમલૈંગિક ગુલામ મલિક કાફૂરને પણ દર્શકોની વાહવાહી મળી રહી છે. મલિક કાફૂરની ભુમિકા જિમ સરભે નિભાવી હતી. હવે જિમ સંજય દત્તની  બાયોપિકમાં જોવા મળશે અને તે આ ફિલ્મમાં સલમાન ખાનની ભુમિકા ભજવી રહ્યો છે.

જિમે અગાઉ સોનમ કપૂરની ફિલ્મ નિરજામાં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં પણ તેની નોંધ લેવાઇ હતી. આ ફિલ્મમેં તે આતંકવાદીની ભુમિકામાં જોવા મળ્યો હતો. જિમે કલ્કિ કોચલીનના ધ લિવિંગ રૂમ અને રજમ કપૂરમા વ્હાઇટ ઇઝ ડન પ્લેમાં અભિનય કરી ચુક્યો છે. જિમ ક્લકિ કોચલીન સાથે રિલેશનશીપમાં છે અને કહેવામાં આવે છે કે તેઓ લિવ-ઇન રિલિશનશીપમાં છે.

જિમનો જન્મ મુંબઇના એક પારસી પરિવારમાં થયો હતો. તે ત્રણ વર્ષની ઉંમરમાં જ પોતાના પરિવાસ સાથે ઓસ્ટ્રેલિયા ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હવે જિમ સરભ રાજકુમાર હિરાનીની સંજય દત્તની બાયોપિકમાં પણ જોવા મળશે. આ ફિલ્મ 29 જૂને રિલિઝ થશે પરંતુ આ ફિલ્મનું ટાઇટલ શું છે તે હજુ સુધી એક રહસ્ય જ છે.

Related posts

ક્રિકેટમાં જાપાનની ટીમ લીલા તોરણે પવેલિયન ભેગી : ભારતે 41 રનમાં ખખડાવી નાખ્યું

Mayur

ના હોય! આ ફિલ્મ માટે અક્ષય કુમાર લેશે અધધ ફી, આટલું તો આખી ફિલ્મનું બજેટ હોય!

Bansari

આમ આદમી માટે રાહતના સમાચાર, 1 એપ્રિલથી ઘટશે CNG-PNGના ભાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!