GSTV

કોંગ્રેસનું દલિત કાર્ડ/ પંજાબ બાદ યુપીમાં પણ દલિત ચહેરો : માયાવતી ટેન્શનમાં, ગુજરાતમાં પણ જિજ્ઞેશ પર દાવ

Last Updated on September 25, 2021 by Pravin Makwana

કોંગ્રેસે પંજાબમાં દલિત નેતા ચરણજીતસિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા પછી ઉત્તરાખંડમાં પણ દલિત નેતાને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાનો મમરો હરીશ રાવતે મૂક્યો છે. હવે ઉત્તર પ્રદેશમાં પણ દલિત નેતાને મુખ્યમંત્રીપદના દાવેદાર બનાવવાની કોંગ્રેસની હિલચાલથી માયાવતી ટેન્શનમાં છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ દલિત કાર્ડ ખેલી જિજ્ઞેશ મેવાણીને કોંગ્રેસમાં લાવે તેવી સંભાવના છે. એવી ચર્ચા છે કે 28મીએ મેવાણી કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. મેવાણી અપક્ષ ધારાસભ્ય તરીકે વડગામની સીટ પરથી ચૂંટાયા હતા.

યુપીમાં ફરી સત્તા કબજે કરવા માગતાં માયાવતીનો બધો મદાર દલિત મતબેંક પર છે. માયાવતીએ યુપીમાં જીતવા પોતાની પરંપરાગત દલિત મતબેંક સાથે બ્રાહ્મણ મતદારોને પણ આકર્ષવા પ્રયત્ન શરૂ કર્યા છે. બ્રાહ્મણ મતદારો ૨૦૦૭ની જેમ સંપૂર્ણપણે માયાવતી તરફ વળે એવી શક્યતા ઓછી છે ત્યારે દલિત મતબેંકમાં ભંગાણ પડે એ માયાવતીને પરવડે તેમ નથી.

ચંદ્રશેખર આઝાદના કારણે યુવા દલિત મતદારો બસપાથી દૂર થઈ રહ્યા હોવાથી માયાવતી ચિંતામાં છે. હવે કોંગ્રેસ પણ દલિત કાર્ડ રમી નાંખે તો દલિત મતબેંકમાં ભંગાણ પાકું થઈ જાય તેથી માયાવતી ચિંતામાં છે.

માયાવતીએ દલિત મતદારોને કોંગ્રેસની જાળમાં નહીં ફસાવા અપીલ કરી છે પણ કોંગ્રેસ ખરેખર દલિત નેતાને પોતાનો ચહેરો બનાવી દે તો માયાવતીની અપીલને કોઈ કાને ના ધરે.

READ ALSO

Related posts

G20 સંમેલનમાં ભાગ લેશે પીએમ મોદી, 27થી 31 ઓક્ટોબર દરમ્યાન જશે ઈટાલીના પ્રવાસે

Pritesh Mehta

પ્રિયંકા ગાંધીના કેન્દ્રને વેધક અને આકરા સવાલ, દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી

pratik shah

દોસ્ત રશિયાનું આ નિવેદન ભારતને કરી શકે છે નારાજ!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!