GSTV
Home » News » જીજ્ઞેશ મેવાણીએ ઈશા અંબાણીના લગ્નમાં થયેલા 700 કરોડના ખર્ચ પર Tweet કરી અને કહ્યું..

જીજ્ઞેશ મેવાણીએ ઈશા અંબાણીના લગ્નમાં થયેલા 700 કરોડના ખર્ચ પર Tweet કરી અને કહ્યું..

ગુજરાતના યુવા નેતા જીજ્ઞેશ મેવાણીએ મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીના લગ્નને લઇ ટ્વીટ કર્યું છે. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોતાની ટ્વીટથી જણાવ્યું છે કે ઈશા અંબાણીના લગ્નમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. જ્યારે સરકારનો રિપોર્ટ એવું કહે છે કે 84 કરોડ લોકો દિવસમાં 20 રૂપિયા કમાઇને જીવન નિર્વાહ કરે છે. શું આ આપણે લોકો વિરૂદ્ધ અંબાણી નથી. આમ કહી તેમણે અંબાણીના સંપત્તિ સંગ્રહ પર ટીકા કરી હતી.

ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની દિકરી ઇશાના લગ્ન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા હતા. ભારતમાં આ રીતે કરવામાં આવેલા કદાચ આ પહેલા લગ્ન હશે. બોલિવુડ સ્ટાર્સ સહિત વિદેશની હસ્તીઓ પણ તેમાં સામિલ થઇ હતી. હોલિવુડ સિંગર બિયોન્સે એક ડાન્સ કરવાના 15 કરોડ રૂપિયા લીધા હતા. તો હિલેરી ક્લિન્ટન પણ આ લગ્નમાં આવી હતી.

અંબાણીના દિકરાઓ સાથે બેકગ્રાઉન્ડમાં બોલિવુડ સ્ટાર્સે ડાન્સ કર્યો હતો, તો બીજી તરફ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન-આમિર ખાન સહિતના એ ગ્રેડ સિતારાઓ ભોજન પીરસતા હતા તેવા વીડિયો પણ વાયરલ થયા હતા. દીપિકા અને રણવીરે ઇટાલીમાં લગ્ન કર્યા બાદમાં રિસેપ્શન યોજાયું તો પ્રિયંકા અને નિક જોન્સે ઉદયપૂરમાં ભવ્ય લગ્ન કર્યા. આમ છતા અંબાણીની લાડકી ઈશા સામે આ બધા લગ્નો ફિકા લાગી રહ્યા હતા. પરિણામે આજે જીજ્ઞેશ મેવાણીએ પણ ઈશા અંબાણીના લગ્નને લઇ ટ્વીટર પર મુદ્દો છંછેડ્યો હતો.

READ ALSO

Related posts

ચેન્નાઇના શૈક્ષણિક જૂથ પર આઇટીના દરોડા 350 કરોડની છૂપી આવક પકડાઇ

Arohi

સપ્ટે.માં ઔદ્યોગિક ઉત્પાદન 4.3 ટકા ઘટયું, આઠ વર્ષનો સૌથી મોટો ઘટાડો

Arohi

પ્રાઈવસીની ચિંતા હોય તો ફેસબૂક ડિલિટ કરો વૉટ્સઅપના સહ-સ્થાપક બ્રાયનની ચેતવણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!