GSTV

લ્યો… ગુજરાતના લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજનો પણ મેમો ફાટ્યો

Last Updated on October 13, 2019 by pratik shah

ગુજરાતના સૌથી લોકપ્રિય ગાયક કલાકાર જિગ્નેશ કવિરાજ બારોટ પોતાના અવાજના કારણે ગુજરાતભરમાં પોપ્યુલર છે. પણ હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ એક બીજા કામ માટે પોપ્યુલર થઈ રહ્યા છે. પોપ્યુલર થવા પાછળનું કારણ મેમો છે. થોડા સમયથી સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાઈરલ થઈ રહી છે. જેમાં જીગ્નેશ કવિરાજને ટ્રાફિક પોલીસ આંતરી તેમને મેમો આપી રહી હોવાનું દેખાય છે.

જીગ્નેશ કવિરાજ કારમાં બેઠા હતા જેથી સ્પષ્ટ છે હેલમેટનો તો મેમો ન જ ફાટ્યો હોય. જીગ્નેશનો આ મેમો તેમના સીટ બેલ્ટના કારણે ફાટ્યો છે. કાર ચલાવતા સમયે સીટ બેલ્ટ પહેર્યો ન હોવાથી જીગ્નેશ કવિરાજને મેમો આપ્યો હોવાની વાત પણ સોશિયલ મીડિયા પર ચર્ચાય રહી છે. વાયરલ થયેલી આ ફોટોની સત્યતા શું છે અને ફોટો ક્યાંનો છે તે હજું સુધી સામે નથી આવ્યું.

ઉલ્લેખનીય છે કે ટ્રાફિકના નવા નિયમોને લઈને 15 તારીખ સુધી ગુજરાત સરકારે રાહત આપી છે. જો કે અન્ય રાજ્યોમાં લાખો રૂપિયાના મેમો ફાટી ચૂક્યા છે. જેમાંથી સેલિબ્રિટીઓ પણ બાકાત નથી. ત્યારે હવે ગુજરાતના લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજનો મેમો ફાટ્યો હોવાનું સોશિયલ મીડિયાના ચોરે ચર્ચાય રહ્યું છે.

READ ALSO

Related posts

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!