GSTV

સુરજ પંચોલી વિશેષ CBI કોર્ટમા કેશ ટ્રાંસફર થવા પર કર્યુ દુ:ખ, કહ્યુ-જો આરોપી મળ્યો તો સજા મેળવી જોઈએ નહિ તો…

સુરજ

Last Updated on August 1, 2021 by Damini Patel

જીયા ખાન સુસાઇડ કેસમાં હાલમાં જ નવો મોડ આવ્યો છે. આ કેસને હવે CBIને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. એવામાં હવે એક્ટર સુરજ પંચોલીએ રાહતના શ્વાસ લીધા છે. સુરજે આ નિર્ણયથી પોતાને સંતુષ્ટ બતાવી રહ્યા છે. સુરજનો દાવો છે કે કોર્ટ જો એમને આરોપી ઘોષિત કરે છે તો એમને સજા આપવી જોઈએ.

હાલમાં જ એક અંગ્રેજી અખબારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સુરજે કહ્યું કે જો હું નિર્દોષ છું તો ફરી આરોપ મુક્ત કરવામાં આવે. હવે સૂરજના ઘરવાળાને પણ ઉમ્મીદ છે કે અદાલતના મામલામાં તેજી લાવશે.

જાણો શું કહ્યું સુરજે

હાલમાં જ સુરજે કહ્યું કે, હવે મને થોડી રાહત થઇ છે, મને લાગે છે કે શરુથી જ આ મામલો CBI કોર્ટમાં હોવો જોઈતો હતો. લેટ જ પરંતુ પહોંચી ગયો. જો કોર્ટ સુનાવણી દરમિયાન મને આરોપી સાબિત કરે છે તો મને સજા મેળવી જોઈએ. પરંતુ એવું નથી અને નિર્દોષ સાબિત થાઉં છું તો ફરી મને આ આરોપોથી મૂકત થવાનો અધિકાર છે.

સુરજનું કહેવું છે કે ગયા 8 વર્ષમાં મારી ઇમેજ ખુબ ખરાબ થઇ છે, પરંતુ આ કઠિન સમયમાં એમના પરિવારે સાથ આપ્યો. આ સમય મારા માટે ખુબ કઠિન રહ્યો છે કારણ કિએ ઇન્ડસ્ટ્રી અને એમની આજુબાજુ દરેક વસ્તુ મારા માટે એક ધારણા રાખે છે, પરંતુ એ ધારણા એ નથી જે હું ઈચ્છતો હતો.

પોતાના દુઃખને વ્યકત કરતા સુરજે આગળ કહ્યું કે, હું નથી જાણતો કે હું છેલ્લા 8 વર્ષમાં જીવિત કેવી રહ્યો. મારી ફેમલીએ મને હાલમાં જ જોયો છે. હું આટલા વર્ષોમાં બસ આ બધાથી નીકળવાની અને ભૂલવાની કોશિશ કરી રહ્યો છું. એવામાં મારુ લક્ષ્ય આગળ જોવું અને આગળ વધવું છે. હવે મને અને મારા પરિવારને ઉમ્મીદ છે કે SBI કોર્ટ ઓછામાં ઓછું કેસમાં તેજી તો લાવશે.

તમને જણાવી દઈએ કે જીયા ખાને 3 જૂન, 2013ના રોજ જુહુ એપાર્ટમેન્ટમાં સુસાઇડ કર્યું હતું. એક્ટ્રેસના નિધનથી દરેક કોઈ હેરાન થઇ ગયા હતા. એક્ટ્રેસના નિધન પછી એના ઘરમાં 6 પેજની સુસાઇડ નોટ મળી હતી, જેમાં એમના પ્રેમી સુરજ પંચોલીનું નામ હતું. આ નોટમાં ઘણા પ્રકારના ખુલાસા કરવામાં આવ્યા હતા.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!