વાહન મેમોમાં ઉચાપતના કેસમાં ફસાયેલા PIના જામીન પુરા થતા જેલહવાલે, સમર્થનમાં લોકોના ટોળા

ભાવનગરમાં ગઈકાલે ઉચાપતના કેસમાં ઝડપાયેલા ભરતનગરના મહિલા પીઆઈ જાગૃતિ ચાવડાના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા હતા. જો કે તેમના સમર્થનમાં ભરતનગર ખાતે લોકોના ટોળા ઉમટ્યા હતા. ભરતનગર પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા જાગૃતિ ચાવડા સરકારી નાણાંની ઉચાપતમાં સપડાયા હતા. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. અને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગ કરાતા તેમના 24 કલાકના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter