GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર: જેલમાંથી બહાર આવશે લાલૂ પ્રસાદ યાદવ, હાઈકોર્ટે શરત સાથે જામીન મંજૂર કર્યા

Last Updated on April 17, 2021 by Pravin Makwana

ઝારખંડ હાઈકોર્ટે શનિવારના રોજ ઘાંસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદના સુપ્રીમો લાલૂ પ્રસાદને જામીન આપી દીધા છે. લાલૂ હવે જેલમાંથી બહાર આવશે. ઝારખંડ હાઈકોર્ટે અડધી સજા પુરી કરવાના આધારે લાલૂ યાદવને શરતો સાથે જામીન આપ્યા છે.

આ દરમિયાન તેમણે એક લાખ રૂપિયાના પ્રાઈવેટ બોંડ ભરવાના રહેશે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, લાલૂ યાદવ મંજૂરી વગર વિદેશ જઈ શકશે નહીં, તથા પોતાનું સરનામુ કે મોબાઈલ નંબર પણ જાણ વગર બદલી શકશે નહીં. લાલૂ જામીન માટે 9 એપ્રિલના રોજ સુનાવણી થવાની હતી, પણ સીબીઆઈએ જવાબ સબમિટ કરવા માટે સમય માગ્યો હતો. જો કે, શનિવારે થયેલી સુનાવણીમાં લાલૂ યાદવને જામીન મળી ગયા હતા. હાલમાં દિલ્હીની એઈમ્સમાં લાલૂ યાદવની સારવાર ચાલી રહી છે.

લાલૂ યાદવની જામીન અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યુ હતું કે, જામીન માટે એક લાખના બોન્ડ જમા કરાવાના રહેશે. સાથે 10 લાખ રૂપિયાનો દંડ પણ ભરવાનો રહેશે. આ ઉપરાંત તેમણે પાસપોર્ટ જમા કરવાનો રહેશે. કોર્ટની મંજૂરી વગર લાલૂ વિદેશ જઈ શકશે નહીં.

અડધી સજા પુરી કરવાના આધારે મળ્યા જામીન

દુમકા કોષાગારમાંથી ગેરકાનૂની રીતે લેવડદેવડના મામલે લાલૂ પ્રસાદને જામીન અડધી સજા પુરી કરવાના દાવો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે સીબીઆઈની વિશેષ અદાલતે લાલૂ પ્રસાદ યાદવને સાત-સાત વર્ષની બે અલગ અલગ સજા ફટકારી હતી. પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવે દાવો કર્યો હતો કે, તેમણે અડધી સજા પુરી કરી નાખી છે. જેથી જામીન મળવા જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari

ખાતરનો ભાવવધારો/ કોરોનામાં ગુજરાતના ખેડૂતો બરબાદ, રૂપિયા 1200 કરોડનો જગતના તાતને પડશે ફટકો

Bansari

મિશાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!