GSTV
Corona Virus India News ટોપ સ્ટોરી

કોરોનાના કહેર વચ્ચે આ રાજ્યમાં 31 જુલાઇ સુધી લંબાવાયુ લોકડાઉન, છૂટછાટ અંગે લેવાયો મોટો નિર્ણય

લોકડાઉન

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે ઝારખંડની સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે લોકડાઉનના સમયગાળાને તારીખ 31 જુલાઈ સુધી વધાર્યો છે. આ વિશેની જાણકારી મુખ્યમંત્રી હેમંત સોરેને આપી છે.સોરોને ટ્વિટ કરીને જણાવ્યું કે કોરોના વાયરસ સામેની લડતમાં અમને તમારા સહયોગથી અપેક્ષિત સફળતા મળી છે, પણ સંઘર્ષ હજુ ચાલુ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે લોકડાઉન તારીખ 31 જુલાઈ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા તારીખ 22 માર્ચે લોકડાઉન લાગુ કર્યા બાદ સમયાંતરે લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ ચાલુ રહેશે.

લૉકડાઉનમાં શું ખુલશે શું નહી

આ હેઠળ હવે ત્યાં હાલ ધાર્મિક સ્થળો નહીં ખુલે, સામાજિક, રાજનૈતિક, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક સમારોહ અથવા મેળા અને મોટા કાર્યક્રમોનું આયોજન નહીં થાય. શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પુલ, પાર્ક, થિયેટર, સભાગૃહ સહિત અન્ય સ્થાન બંધ રહેશે. શોપિંગ મોલ, હોટેલ, લોજ, ધર્મશાળા અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. સલૂન અને સ્પા પણ બંધ રહેશે.

રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી જરૂરી ગતિવિધિઓ સિવાય અન્ય મૂવમેન્ટ બંધ રહેશે. જાહેર સ્થળોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક કાર્યોમાં 50થી વધુ લોકો ભેગા નહીં થાય.

Read Also

Related posts

મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

Video: પોલીસે YouTuber બોબી કટારિયા વિરુદ્ધ નોંધી FIR, ફ્લાઈટમાં સિગારેટ પીતો વીડિયો થયો વાયરલ

Binas Saiyed

તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા

Bansari Gohel
GSTV