GSTV
Gujarat Government Advertisement

ઝારખંડમાં પલામૂના પોલિંગ બૂથ ઉપર કોંગ્રેસ ઉમેદવારે કર્યુ એવું કે, લોકોએ તેની ઉપર કર્યો પથ્થમારો- જુઓ VIDEO

Last Updated on November 30, 2019 by Mansi Patel

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પહેલાં તબક્કામાં 13 સીટો ઉપર મતદાન થયુ હતુ. કુલ 4,892 કેન્દ્રો ઉપર મતદાન કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ દરમ્યાન પલામૂ જીલ્લાનાં કોશિયારી ગામનાં એક મતદાન કેન્દ્રનો વિડીયો સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસ ઉમેદવાર બંદૂક લહેરાવતો દેખાઈ રહ્યો છે.

વાસ્તવમાં મતદાન દરમિયાન કોંગ્રેસનાં ઉમેદવાર કે.એન. ત્રિપાઠી અને ભાજપનાં ઉમેદવાર આલોક ચૌરસિયાના સમર્થકોની વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. બીજેપી સમર્થકોએ કથિત રીતે ત્રિપાઠીને પોલિંગ બૂથ પર જતાં રોક્યા હતા. ત્યારબાદ મામલો ગરમાયો હતો. અને કોંગ્રેસના ઉમેદવાર કે એન ત્રિપાઠીએ પલામૂના કોશિયારી બૂથ પર જાહેરમાં પિસ્તોલ કાઢી હતી.

વીડિયોમાં જોઈ શકાય છેકે,  કોંગ્રેસના ઉમેદવાર કે એન ત્રિપાઠીએ મતદાન કેન્દ્ર પર પિસ્તોલ કાઢી હવામાં લહેરાવી હતી. તે સમયે ઘણો શોર-બકોર થઈ રહ્યો છે. તેની વચ્ચે સુરક્ષાકર્મીઓ ત્રિપાઠીને પોલિંગ બૂથથી દૂર લઈ જઈ રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવારે પિસ્તોલ હવામાં લહેરાવતા નારાજ થયેલાં લોકો ઉગ્ર થઈ ગયા હતા અને તેઓએ કોંગ્રેસના ઉમેદવાર પર પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યારે આ અંગે કોંગ્રેસના ઉમેદવારે કહ્યું તેઓએ આત્મરક્ષા માટે પિસ્તોલ કાઢી હતી. ડાલટનગંજમાં કોંગ્રેસના ઉમેદવારે હથિયાર લહેરાવવાની સુચના પર રાજ્ય ચૂંટણી પંચે નોટિસ આપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વસુંધરા ભારે પડશે/ રાજસ્થાનમાં એકલા કોંગ્રેસમાં નહીં ભાજપમાં પણ ડખો, દિલ્હીથી અરૂણ સિંહને દોડાવવા પડયા

Bansari

OMG! એટીએમમાંથી 1400 રૂપિયા ઉપાડવા ગઈ મહિલા, બેલેન્સ ચેક કરતા ખબર પડી અબજો રૂપિયા પડ્યા છે અકાઉન્ટમાં

Zainul Ansari

ખુશ ખબર: સામાન્ય માણસની ચિંતામાં થશે ઘટાડો, જલ્દી મળી શકે છે સસ્તી વીજળી: સરકાર લાવી રહી છે નવો પ્લાન!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!