ધડક ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરનારી દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દિકર જ્હાનવી કપૂર મોટાભાગે તેના કુલના કારણે લાઇમલાઇટમાં રહેતી હોય છે. જ્હાન્વીએ તાજેતરમાં જ ફેમસ કોસ્મોપોલીટન મેગેઝીનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું છે. તેમાં તે ખૂબ જ હોટ અને સ્ટનિંગ લાગી રહી છે.
જણાવી દઇ કે આ કોસ્મોપોલીટન મેગેઝન જાન્યુઆરીમાં ઇશ્યુ થશે. આ મેગેઝીનના કવર પેજ માટે જ્હાન્વીનો એકદમ બોલ્ડ લુક સામે આવ્યો છે.
આ મેગેઝીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જ્હાન્વીની તસવીરો શેર કરી છે જેમાં તે ગ્રે કલરની જેકેટ સાથે ઑફ શોલ્ડર ડ્રેસમાં ખૂબસુરત લાગી રહી છે.
આ સાથે જ જ્હાન્વીની અન્ય તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેમાં તે યલો શોર્ટ ડ્રેસમાં નજરે પડી રહી છે.
સામે આવેલી તસવીરોમાં જ્હાન્વીની હેર સ્ટાઇલ પણ હટકે છે. જ્હાન્વી આ લુકમાં પણ સ્ટનિંગ લાગી રહી છે.
જણાવી દઇ કે અગાઉ જ્હાન્વીએ ફ્રેન્ચ મેગેઝીન L’Officialના ઇન્ડિયા એડિશન માટે શૂટ કરાવ્યું હતુ. તેમાં પણ તે હૉટ લુકમાં જોવા મળી હતી.
જણાવી દઇએ કે શ્રીદેવીની દિકરી જ્હાન્વીએ ધડક ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે શાહિદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટર સાથે નજરે પડી હતી.
જ્હાન્વીના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો જ્હાન્વી ટૂંક સમયમાં IAF પાયલટ ગુંજન સક્સેના પર બની રહેલી બાયોપિકમાં લીડ રોલ કરી રહી છે. આ ફિલ્મમાં જ્હાન્વી ગુંજન સક્સેનાના રોલમાં છે.
Read Also
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદના નામે આપી 2-2 હજારની નોટ! બીજેપી અને TMC સામસામે
- દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ફરી એકવાર સાયબર એટેક!, ટ્વિટ કરીને એઈમ્સે આપી જાણકારી
- કુરુક્ષેત્રમાં ધરણા કરી રહેલા ખેડૂતો સાથે પોલીસની અથડામણ, જીટી રોડ ખાલી કરાવવા પર જોરદાર બબાલ