GSTV

જ્હાન્વી કપૂરની ડેબ્યુ ફિલ્મ ‘ધડક’નું નવું પોસ્ટર થયું લોન્ચ

Last Updated on January 20, 2018 by Bansari

બોલીવુડમાં ડેબ્યુ કરવા જઇ રહેલી શ્રીદેવીની દિકરી જ્હાનવી કપૂર માટે માઠા સમાચાર છે. આ સમાચારથી જ્હાન્વીના ફેન્સને પણ આંચકો લાગી શકે છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર જ્હાન્વીની આ પહેલી ફિલ્મની રિલિઝ ડેટ પાછી ઠેલવવામાં આવી છે.

આ ફિલ્મમાં જ્હાન્વી સાથે શાહિદ કપૂરનો ભાઇ ઇશાન ખટ્ટર પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. પહેલા આ ફિલ્મ 6 જુલાઇના રોજ રિલિઝ થવાની હતી પરંતુ હવે તેની રિલિઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. હવે આ ફિલ્મ 20 જુલાઇ 2018ના રોજ રિલિઝ કરવામાં આવશે.

આ સમાચાકથી આ બંનેના ફેન્સને આંચકો લાગ્યો છે. તેવામાં આ ફિલ્મનું વધુ એક પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં જ્હાન્વી અને ઇશાન એકબીજાના બાહુપાશમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મનું નવું પોસ્ટર ધર્મા પ્રોડક્શનના સીઇઓ અપૂર્વ મહેતાએ ટ્વિટ કરીને લોન્ચ કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ‘આ ફિલ્મ રિલિઝ થવાને 6 મહિના બાકી છે. આ બે નવા વ્યક્તિઓને મળો.’

ઉલ્લેખનીય છે કે જ્હાન્વી અને ઇશાન આ ફિલ્મમાં એકસાથે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યાં છે. આ બંનેની કેમેસ્ટ્રી ફક્ત પોસ્ચર પર જ નહી પરંતુ રિયલ લાઇફમાં પણ ચર્ચામાં રહી છે. તેઓ અવારનવાર સાથે જોવા મળે છે તેથી તેમના વચ્ચે કંઇક રંધાઇ રહ્યું હોવાની ખબરો પણ આવી ચુકી છે.

Related posts

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel

બાપ રે! હવે ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, લક્ષણો ન દેખાવા છતાં થઇ રહી છે સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!