GSTV
Bollywood Entertainment Trending

શ્રીદેવીના પગલે જ્હાન્વી કપૂર, આ ફિલ્મમાં કરશે Naaginનો રોલ

naagin

સુપરનેચરલ અને હોરર સ્ટોરીઝ દર્શકોને આકર્ષિત કરતી હોય છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર ઇચ્છાધારી નાગણ (Naagin) પર ફિલ્મ બનાવાની યોજના ઘડાઇ રહી છે. કહેવાય છે કે, નિખિલ દ્વિવેદી આ વિષય પર ફિલ્મ બનાવશે.ભૂતકાળમાં બોલીવૂડમાં ઇચ્છાધારી નાગણ (Naagin)પર ઘણી ફિલ્મો રિલીઝ થઇ છે. જેમાંની મોટા ભાગની ફિલ્મોમાં શ્રીદેવીએ કામ કર્યું છે. હવે એવો અંદાજ કાઢવામાં આવીરહ્યો છે કે, જાહ્નવી કપૂર (Jahnvi Kapoor) આ રોલ કરી શકે એમ છે.

naagin

Naagin આધારિત ફિલ્મમાં જ્હાન્વી કપૂર

નાના પડદે તો આ વિષયક સીરિયલ પોપ્યુલર છે. એકતા કપૂર પણ આ વિષયક ફિલ્મ બનાવાનો વિચાર કરી રહી છે. જો આવી ફિલ્મ બનશે તો તેમાં કઇ અભિનેત્રી મુખ્ય પાત્ર ભજવશે, તે વિશે પણ વિચારણા થઇ રહી છે. રિપોર્ટને સાચો માનીએ તો, જાહ્નવી સાથે આ વિષયક પણ વાતચીત ચાલી રહી છે.

શ્રીદેવીને દરરોજ યાદ કરે છે જ્હાન્વી

શ્રીદેવીની ડેથ એનિવર્સરી પર તેની મોટી દિકરી અને બોલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે પોતાની માતા સાથે બાળપણની તસવીર શેર કરતાં લખ્યુ, દરરોજ તમને યાદ કરૂ છું.જ્યારે શ્રીદેવીનું નિધન થયું તે સમયે જ્હાન્વી પોતાની પહેલી ફિલ્મ ધડકનું શુટિંગ કરી રહી હતી. જ્હાન્વી માટે તે ક્ષણ મોટા આઘાત સમાન હતી. માની પુણ્યતિથિ પર જ્હાન્વી ભાવુક થઇ ગઇ અને તેણે શ્રીદેવી સાથેની આ ખાસ તસવીર શેર કરી. આ તસવીરમાં જ્હાન્વી સોફા પર સૂતી છે અને શ્રીદેવી તેને ભેટી પડી છે. બ્લેડ એન્ડ વ્હાઇટ આ તસવીરમાં બંને વચ્ચેનો પ્રેમ સ્પષ્ટપણે ઝળકી રહ્યો છે.

જ્હાન્વીની આ પોસ્ટ પર અનેક સ્ટાર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. કરણ જોહરે હાર્ટનુ ઇમોટીકોન પોસ્ટ કર્યુ છે. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પણ જ્હાન્વી પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો છે. ટીવી અભિનેત્રી સ્મૃતિ ઇરાનીએ હાર્ટ ઇમોટીકોન શેર કર્યો છે.

શ્રીદેવીનું આ સપનું રહી ગયું અધુરુ

શ્રીદેવીએ પોતાની દિકરી સુપરસ્ટાર બને તેવું સપનું જોયુ હતું. પરંતુ જ્હાન્વીની ડેબ્યૂ ફિલ્મ પહેલા જ તેમનું નિધન થઇ ગયુયં આજના દિવસે ફક્ત કપૂર પરિવાર જ નહી પરંતુ દુનિયાભરના ફેન્સ તેને યાદ કરી રહ્યા છે.

પૂરો દેશ શોકમાં ડૂબી ગયો

જણાવી દઇએ કે જ્હાન્વી કપૂર અને તેની નાની બહેન ખુશી કપૂર બંને જ પોતાની મા શ્રીદેવી ખૂબ જ નજીક છે. અચાનક થયેલા તેમના નિધનથી તેમના પરિવાર સહિત દેશભરના લોકો શોકમગ્ન થઇ ગયા હતાં.

બોની કપૂર કરી રહ્યાં છે બંને દિકરીઓનો ઉછેર

શ્રીદેવીના નઇધન બાદ તેમના પતિ અને નિર્માતા બોની કપૂર પોતાની દિકરીઓ અને દિકરા અર્જૂન કપૂરની સારસંભાળ રાખી રહ્યાં છે. ઘણી વાર તેઓ દિકરી સાથે સ્પોટ થયા છે.

જ્હીન્વી અને ખુશી મિત્રો પણ છે

શ્રીદેવીની જેમ જ તેમની બંને દિકરીઓ પણ ઘણી ખૂબસુરત છે. બંને સારા મિત્રો પણ છે. સોશિયલ મીડિયા પર બંને ખૂબ જ એક્ટિવ છે.

Read Also

Related posts

ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષની ઊંઘ હરામ / મહિલા પહેલવાનોએ લગાવેલા આરોપો આવ્યા સામે

Hina Vaja

ગરમીથી બચવાનો આ પ્રકારનો જુગાડ નહીં જોયો હોય તમે! વીડિયો જોતા જ લોટપોટ થઈ જશો

Siddhi Sheth

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth
GSTV