40થી પણ વધુ જીવ ગયા એ હુમલાને આઝાદીની લડાઈ ગણાવતા ન્યુઝ પેપરને જાહન્વી કપૂરે આડેહાથ લીધા

જાહન્વીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પુલવામા અટેક અને પાકિસ્તાનના ‘ધ નેશન’ નામના અખબારની તસવીરો શેર કરીને લખ્યું કે, ‘ગુસ્સે થવા અને હર્ટ મહેસૂસ કરવાનાં ઘણાં કારણો છે. તેમાનું એક એ છે કે આપણા જવાનોને પોતાની જાત માટે લડવાનો મોકો સુદ્ધાં ન મળ્યો. બીજી તસવીર પ્રોપેગન્ડા આર્ટિકલની છે જે આ આતંકવાદી હુમલાને આઝાદીની લડાઈમાં ખપાવીને સેલિબ્રેટ કરી રહ્યો છે.

આ અત્યંત દુઃખદ અને બેજવાબદાર છે. પોતાના રાજકીય સ્વાર્થ સાધવા માટે મીડિયા આ રીતે સત્ય હકીકતોને તોડી-મરોડીને પેશ કરે એ અત્યંત ઘૃણાસ્પદ છે. ગુરુવારે ભારતીય સેનાના કાફલા પર પુલવામા ખાતે થયેલા હિચકારા આતંકી હુમલાએ આખા દેશને સ્તબ્ધ કરી દીધો છે. પરંતુ પાકિસ્તાનના ટુણિયાટ અખબારો પોતાની નાપાક હરકતોમાંથી ઊંચા નથી આવતા. આવા જ એક અખબારની અભિનેત્રી જાહન્વી કપૂરે બરાબરની ઝાટકણી કાઢી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter