GSTV
Home » News » હાઇ સ્લિટ ડ્રેસમાં જ્હાન્વીએ વિખેર્યો જલવો, તસવીરોમાં જુઓ દિલકશ અદાઓ

હાઇ સ્લિટ ડ્રેસમાં જ્હાન્વીએ વિખેર્યો જલવો, તસવીરોમાં જુઓ દિલકશ અદાઓ

ઇન્ડસ્ટ્રીમાં જો કોઇ સ્ટાર કિડ પોતાની ફેશનના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય તો તે છે જ્હાન્વી કપૂર. ગત વર્ષે ધડક ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરનારી જ્હાન્વીની ફેન ફૉલોઇંગ ઘણી મોટી છે. તે પોતાના લુક્સ અને ફિટનેસ માટે જાણીતી છે.

રેડ કાર્પેટ ઇવેન્ટ હોય કે ફક્ત રેગ્યુલર જિમ ડે, જ્હાન્વી પોતાની ટ્રેન્ડી સ્ટાઇલથી મહેફીલ લૂંટી લે છે. અનેક યુવતીઓ તેને સ્ટાઇલ આઇકન તરીકે જોવે છે અને જ્હાન્વી તેને ક્યારેય નિરાશ નથી કરતી. તાજેતરમાં જ ધડક સ્ટારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તે ઑફ શોલ્ડર પર્પલ હાઇ સ્લિટ ગાઉનમાં ખૂબ જ હૉટ લાગી રહી છે. આ સાથે જ સટલ મેકઅપ, મેસી હેરસ્ટાઇલ, ન્યૂડ લિપસ્ટિક તેના લુકને ચાર ચાંદ લગાવી રહ્યાં છે.

જ્વેલરીની વાત કરીએ તો જ્હાન્વીએ નેકલેસ અને બ્રેસલેટ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે. જ્હાન્વી કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે. જ્હાન્વીની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

જ્હાન્વીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘ગુંજન સક્સેના:ધ કારગીલ ગર્લ’માં વ્યસ્ત છે.

ફિલ્મની વાત કરીએ તો ગુંજન સક્સેના ‘ધ કારગિલ ગર્લ’ ફિલ્મ ઇન્ડિયન એરફોર્સની પાયલટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત છે.આ ફિલ્મ 13 માર્ચ 2020ના રોજ રિલિઝ થશે.

 આ ઉપરાંત જ્હાન્વી રાજકુમાર રાવ સાથે રૂહ અફ્ઝા, કાર્તિક આર્યન સાથે દોસ્તાના-2 અને કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તમાં જોવા મળશે.

જ્હાન્વી કપૂરને ભલે તેના જિમ લુકને લઇને ગમે તેટલી ટ્રોલ કરવામાં આવતી હોય પરંતુ જ્હાન્વીએ ટ્રોલર્સને ક્યારેય પોતાના પર હાવી નથી થવા દેતી. તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટાઇલિશ એક્ટ્રેસિસમાંથી એક ગણવામાં આવે છે. ટ્રેડિશનલથી લઇને વેસ્ટર્ન આઉટફિટ્સને તે સરળતાથી કેરી કરી લે છે.

તાજેતરમાં જ જ્હાન્વીને વ્હાઇટ કલરની સાડીમાં સ્પોટ કરવામાં આવી હતી. આ સાથે જ તેણે ડીપ નેક વાળુ સ્ટાઇલિશ બ્લાઉઝ પહેર્યું હતુ. જ્હાન્વીના આ લુકને જોઇને ફેન્સને શ્રીદેવીની યાદ આવી ગઇ. લોકોએ જ્હાન્વીના આ લુકને ફિલ્મ ચાંદનીના શ્રીદેવીના લુક સાથે કમ્પેર કર્યો અને કહ્યું કે જ્હાન્વીને વ્હાઇટ સાડીમાં જોઇને ચાંદની જેવો ફીલ આવી રહ્યો છે.

સાથે જ એક ફેને લખ્યું કે, જ્હાન્વી તમે વ્હાઇટ સાડીમાં વધુ હૉટ લાગે છે. સાથે જ એક યુઝરે તો જ્હાન્વીને લગ્ન માટે પ્રપોઝ જ કરી દીધી. તેણે લખ્યું કે, જ્હાન્વી શું તમે મારી સાથે લગ્ન કરશો?

મહત્વનું છે કે જ્હાન્વીએ આ વ્હાઇટ સાડી પોતાના ફેમિલીની દિવાળી આફ્ટર પાર્ટીમાં પહેરી હતી અને તેમાં તે ખૂબસુરત લાગી રહી હતી. તેની બહેન એટલે કે એક્ટ્રેસ સોનમ કપૂર અને અંશુલા કપૂરે પણ તેના ખૂબ વખાણ કર્યા હતા.

Read Also

Related posts

આ કારણે એક સાથે 200 પોલીસકર્મીઓ માગી રહ્યાં છે રજા, અધિકારીઓ માથુ ખંજવાળતા થઇ ગયાં

Bansari

અરામ્કોના આઈપીઓમાં ભારત માટે છે આ નિયમો, જાણો કોણ કરી શકે છે રોકાણ

Bansari

કંટેસ્ટેન્ટે અમિતાભ બચ્ચનને કરી રિક્વેસ્ટ, મારા વાછરડાનું નામકરણ કરી દો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!