GSTV
Business Finance Trending

કામની વાત: મોદી સરકારે જવેલર્સને આપી મોટી રાહત, ગોલ્ડથી પણ ચૂકવી શકાશે લોનની રકમ

કેન્દ્ર સરકારે જવેલર્સને મોટી રાહત આપી છે. જવેલર્સને ગોલ્ડ લોન ચૂકવવાનો વધુ એક વિકલ્પ ટૂંક સમયમાં મળી જશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ની નવી જોગવાઈ બાદ હવે જવેલર્સ ગોલ્ડ લોનનો કેત્લોન્ક ભાગ ગોલ્ડના રૂપમાં પણ પરત કરી શકશે.

ગોલ્ડ

રિઝર્વ બેંકે બુધવારે બેન્કોને જણાવ્યું છે કે તે જવેલરી એક્સપોર્ટ અને ઘરેલુ જવેલરી મેન્યુફેક્ચરર્સને ગોલ્ડ મેટલ લોન (GML)નો કેટલોક ભાગ સોનાના રૂપમાં પરત કરવાનો વિકલ્પ પણ ઉપલબ્દ કરાવે. જીએમએલનું પેમેન્ટ ભારતીય રૂપિયામાં ઉધાર લેવામાં આવેલ ગોલ્ડના મૂલ્ય બરાબર રકમ પર કરવામાં આવે છે. રિઝર્વ બેંકે હવે આ નિયમોની સમીક્ષા કરી છે.

world's largest gold holders

ભારતીય રિઝર્વ બેન્કના સર્ક્યુલર મુજબ, બેંકોને ગોલ્ડ લોનનો કેટલોક ભાગ એક કિલો અથવા તેનાથી વધુ સોનાના રૂપમાં પરત કરવાનો વિકલ્પ લેણદારોને આપવો જોઈએ. જોકે, તેમાં કેટલીક શરતો પણ લાગુ થશે.

ગોલ્ડ

હાલના નિર્દેશો મુજબ, ગોલ્ડની આયાત કરવા માટે પ્રાધિકૃત બેન્ક અને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ એટલે કે જીએમએસ 2015માં ભાગીદારી કરવા વાળા પ્રાધિકૃત બેન્ક જવેલરી એક્સપોર્ટર્સ અને ગોલ્ડ જવેલરીના ઘરેલુ મેન્યુફેક્ચરર્સને જીએમએલ ઉપલબ્ધ કરાવી શકે છે.

2015માં શરૂ થઇ હતી સ્કીમ

ઉલ્લેખનીય છે કે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ તમે ગોલ્ડ બેંકમાં જમા કરી શકો છો, આ સ્કીમમાં બેન્ક વ્યાજ પણ આપે છે. સરકારે 2015માં આ સ્કીમ શરૂ કરી હતી. તેનો હેતુ ઘરોમાં અને ટ્રસ્ટમાં રાખવામાં આવેલ સોનાનો વધુ સારો ઉપયોગ કરવાનો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

GSTV Web Desk

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી અશોક ગેહલોત સામે હશે નવા પડકાર

Hemal Vegda

મહાકાલ પથ પર નમો…નમો.. / પીએમ મોદી 700 કરોડના ખર્ચે બનેલા મહાકાલ કોરિડોરનું કરશે ભવ્ય લોકાર્પણ, તડામાર તૈયારીઓ શરૂ

Hardik Hingu
GSTV