GSTV
Home » News » રાજકોટના એક સોનીએ પ્રધાનમંત્રી મોદી માટે સોના-ચાંદીના ત્રણ અનોખા સ્મૃતિ ચિહ્નો બનાવ્યા

રાજકોટના એક સોનીએ પ્રધાનમંત્રી મોદી માટે સોના-ચાંદીના ત્રણ અનોખા સ્મૃતિ ચિહ્નો બનાવ્યા

રાજકોટમાં એક સોનીએ પીએમ નરેન્દ્ર મોદી માટે સોના અને ચાંદીના 3 અલગ સ્મૃતિ ચિહ્ન બનાવ્યા છે. આ જ્વેલરે ચૂંટણીની તારીખ આવ્યા પછી તરત જ બનાવવાનું ચાલુ કરી દીધુ હતું. જ્વેલરે જણાવ્યું કે હવે પરિણામો ઘોષિત થઈ ગયા છે તો અમે પીએમઓ પાસેથી તારીખ લેવાની કોશીષ કરીશું જેથી અમે આ સ્મૃતિ ચિહ્નને ભેટ કરી શકીએ. તેમણે ત્રણ અલગ અલગ થીમ પર શુદ્ધ સોનાના અને ચાંદીથી ત્રણ સ્મૃતિ ચિહ્નને બનાવ્યા છે.

તેઓ જણાવે છે કે પહેલા ભારતને સોનાની ચકલી તરીકે ઓળખાતો હતો. મોદીનું સ્વપ્ન છે કે તેને ફરી સોનાની ચકલી તરીકે ઓળખવામાં આવે. કશ્મિરથી કન્યાકુમારી સુધી અમે દેશને સોનાનો બનાવ્યો છે અને નક્શાની વચ્ચે મોદી સલામી આપતા હોય તેવો ફોટો મુક્યો છે. ફ્રેમ પર ભારત માતા કી જય નો નારો મુક્યો છે.

બીજા ફ્રેમમાં વિશ્વના નેતાઓની છબી છે જેમાં પ્રધાનમંત્રી મોદીનો ફોટો છે. તેની પાછળનું કારણ જ્વેલરે જણાવ્યું કે મોદીના સત્તામાં આવ્યા પછી ભારત તરફ દુનિયાના દેશો આકર્ષાયા છે. ત્રીજા ફ્રેમ પર સ્વચ્છ ભારત અભિયાન અને આતંકી હુમલામાં શહિદ સૈનિકો પર આધારિત છે.

મહત્તવનું છે કે આજે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદ પરના શપથ લેવાના છે જે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાવા જઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પદ અને ગોપનીયતાની શપથ અપાવશે. જેમાં દેશ વિદેશના તમામ નેતાઓ અને મહેમાનોને આમંત્રિત કરવામાં આવશે.

READ ALSO

Related posts

ગૌરવ દહિયા પર ગાળિયો વધુ કસાય તેવી શક્યતા, કથિત પ્રેમિકા આજે સીએમ અને ડીજીપી સાથે કરશે મુલાકાત

Arohi

વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર PAK કમાંડો ઠાર, ભારતે આ રીતે લીધો બદલો

Bansari

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને મળી મોટી સફળતા, ચંદ્રની કક્ષામાં કર્યો પ્રવેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!