GSTV

શ્રાદ્ધ પૂરાં થતાં જ સોના-ચાંદીના ભાવમાં થશે ઉછાળો, ખરીદી કરવી છે તો ઉતાવળ કરો

વિશ્વના દરેક વેપારીઓ તથા સટ્ટોડિયાની નજર ફેડના વ્યાજના દર પર મંડાયેલ હતી અને અપેક્ષિત ૦.૨૫ ટકાના વ્યાજ દરની આશા હતી તે ફળીભૂત થતા ફેડેપોતાના વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો વધારો થતા વ્યાજનો દર ૨ ટકાથી વધીને ૨.૨૫ ટકાનો થયો છે. ત્યારે ફેડની નાણાંકીય પોલિસી બનાવનાર સભ્યોએ આગાહી કરી છે કે, ૨૦૨૦ના વર્ષ સુધીમાં સેન્ટ્રલ બેન્કો પાંચ વાર વધુ વ્યાજ વધારશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્યાજના દર વધારાથી નાખુશ, નારાજ થતાં અફસોસ જાહેર કરે છે. ડોલરને મજબૂત રાખવા પ્રયત્ન કરે છે.

વર્ષો બાદ પહેલીવાર ટ્રેડે કોઈ નાણાકીય નીતિ જાહેર નથી કરી અને જણાવે છે કે નાણાંકીય પોલીસીની એક પ્રોસેસ છે અને તે પોલીસી કંઈ આર્થિક  વિકાસને ઉત્તેજીત  કરે છે કે નથી તે કોઈ અવરોધ બનીને તેને રોકી શકે ઉપરાંત ફેડના અધિકારીએ કહેલું કે ટેક્સ કટૌતિની જરૂરત નથી પરંતુ નાણાકીય વિકાસની સ્થિરતાને અવગણીને  પ્રમુખે ટેક્સ કટ કર્યો અને  ખર્ચમાં વધારો કર્યો તેના પરિણામે અમેરિકાના  આર્થિક વિકાસમાં ટુંકાગાળામાં  થોડીક વૃદ્ધિ  નોંધાઈ. ફેડના વ્યાજ વધારાની નીતિથી ફુગાવાને   નિયંત્રણમાં રાખીને ૨ ટકાનો મર્યાદિત કરી શકાશે. ફેડની મિટિંગના વકતવ્યમાં  ચેરમેન પોવેલે કહ્યું કે આર્થિક હલચલ મજબૂત બની છે તથા હાઉસિંગ ખર્ચ અને વ્યાપારના ઈન્વેસ્ટમેન્ટમાં તથા જોબ ક્ષેત્રે વૃદ્ધિ થઈ છે.

સોનું નવી દિશા પકડીને તેજી તરફ વળશે

એકંદરે વ્યાજના દરના પરિણામો લાંબાગાળે દેખાય છે અને સોનાના ભાવમાં પહેલા થોડીક નરમાઈ દેખાય અને ત્યારબાદ સોનું નવી દિશા પકડીને તેજી તરફ વળે. બુધવારે એફઓએમસીની ૦.૨૫ ટકાની વ્યાજ વધારાની જાહેરાતે સોનાના ભાવમાં પ્રતિ ઔંસનો ઘટાડો નોંધાયો સોનાના ભાવ ૧૨૦૧.૬૦ ડોલર પ્રતિ ઔંસ બોલાતો હતો તે ઘટીને ૧૧૮૦.૫૦થી ૧૧૮૧ ડેોલર પ્રતિ ઔંસનો કવોટ થવા લાગ્યો.યુરોપીય દેશોની સેન્ટ્રલ બેન્કો અમેરિકાના વ્યાજ દર સાથે પોતાની બેન્કોના વ્યાજ નહીં વધારે તેવી નીતિ અપનાવી રહી છે. ચીન તથા ભારતમાં સોનાની માગ ચાલુ છેે ૨૦૧૭ના વર્ષમાં ચીન સોનાનું ઉત્પાદન ૪૨૬ ટન થયું હતું સોનાનો વપરાશ ૧૦૮૯ ટનનો નોંધાયો હતો.  ભારતમાં પણ ઓગસ્ટ ૨૦૧૮ના  માસમાં સોનાની આયાત ૧૦૦ ટનને આંબી હતી.

વિશ્વની સોનાની વાર્ષિક માંગમાં  ૧૨૩ ટનનો વધારો નોંધાયો

દરેક દેશોની સેન્ટ્રલ બેન્કો પોતાના ચલણને  સ્થિરતા અપાવવા તથા ફુગાવામાં નિયંત્રિત રાખવા સોનાની ખરીદી કરી રહ્યા છે. તેમાં તુર્કી, રશિયા તથા ઈન્ડોનેશિયા તથા ભારત સાથે સોનાની ખરીદી કરીને સોનાની માંગને  ઘટવા નથી દેતા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જણાવે છે કે વિશ્વની સોનાની વાર્ષિક માંગમાં  ૧૨૩ ટનનો વધારો નોંધાયો છે. આમ સોનાની માંગ સોનાના ભાવને ઘટવા નહીં દે અને મંદીના વલણમાંથી સોનું બહાર આપીને તેજીના ક્ષેત્રમાં પ્રવેેશશે અને સોનું ફરી એકવાર ૨૦૧૮ના  શરૂઆતના દિવસોની જેમ ૧૩૬૫ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવશે. વિશ્વ ચાંદી બજાર પર ફેડના વ્યાજ વધવાની કંઈ મોટી અસર નથી પડી અને ચાંદીના ભાવ ૧૪૨૫ સેન્ટથી ૧૪૪૩ સેન્ટ પ્રતિ ઔંસની ટુંકી વધઘટ વચ્ચે અથડાઈ ગઈ છે. સોના કરતા ચાંદીની ખાણો ઓછી છે પરંતુ ચાંદીનું ઉત્પાદન  બાય પ્રોડકટ તરીકે થતું હોવાથી વિશ્વમાં ચાંદીની માંગ સામે પુરવઠો પુરતા પ્રમાણમાં મળી રહે છે.

નવા નવા ક્ષેત્રમાં વિજ્ઞાાની નવી શોધને કારણે ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે. અને લાંબા ગાળે માંગ સાથે પુરવઠો ઓછો થતા ચાંદીની અછત વર્તાશે અને ચાંદીના ભાવોમાં અચાનક ઉછાળો આવશે તથા ચાંદીના ભાવો ૫૦ ડોલર પ્રતિ ઔંસને આંબશે. એકંદરે ચાંદીના ભાવો ૧૪૧૦ અને ૧૫૦૦ સેન્ટ પ્રતિ ઔંસની વચ્ચેે અથડાશે. સ્થાનિક સોેનાના ભાવ પર ફેડના વ્યાજના દરની નહિંવત અસર પડી છે. સ્થાનિક  સોના બજારમાં  વૈશ્વિક સોનાના ભાવો સાથે સાથે ડોલર સામે રૂપિયો કેટલો નરમ થાય છે તે જોયા બાદ જ સોનું પોતાના ભાવની દીશા નક્કી કરે છે.

મુંબઈના વેપારીઓએ વધુ પ્રમાણમાં સોનાની ખરીદી કરી

સોનામાં અઠવાડિયા દરમિયાન રૂ.૩૦૦ પ્રતિ  ૧૦ ગ્રામની ટુંકી વધઘટ દાખવે છે. સોનું રૂ.૩૧૨૦૦ અને ૩૧૪૦૦ પ્રતિ ૧૦ ગ્રામ વચ્ચે અથડાય છે. વિશ્વાસપાત્ર માહિતી મળી છે કે એમએમટીસી દ્વારા હરિયાણામાં ૨૬૧ કિલો સોનાનું હરરાજી (ઓક્શન) થઈ તેને ભાવ રૂ.૩૦૫૨૦ પ્લસ જીએસટીના ભાવે બીડ સ્વીકારાઈ છે. મુખ્યત્વે  મુંબઈના વેપારીઓએ વધુ પ્રમાણમાં સોનાની ખરીદી કરી છે. શો-રૂમમાં ઘરાકી શ્રાદ્ધ  બેસી જવાને કારણે ૧૫ દિવસ સુધી નહિંવત રહેશે. ત્યારબાદ ઘરાકી નિકળતા સોનાના ભાવને ટેકો સાંપડશે અને સોનું રૂ .૩૨૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામના ભાવની આસપાસ રમશે. જૂના દાગીનાની આવક પણ શ્રાદ્ધના દિવસોમાં ઘટેલી રહેશે.  આયાતકારો મર્યાદિત સોનાની આયાત સોનાના વૈસ્વિક ભાવો તથા ડોલર સામે રૂપિયાના વિનિમય દરની વધઘટને   જોઈને તુરંત જ ફીકસ કરીને સોનાની  આયાતનો  ઓર્ડર બુક કરે છે.

શો-રૂમમાં ઘરાકી શ્રાદ્ધને  લીધે ઠંડી

દરરોજ પેસેન્જરો મારફત આવતા દાણચોરીના સમાચાર મળતા હોવાને કારણે   જણાય છે કે દેશમાં પુષ્કળ પ્રમાણમાં દાણચોરીનું  સોનું આવી રહ્યું છે તેની સામે હરિફાઈ કરવા માટે આયાતકારોને મુશ્કેલી નડે છે. એકંદરે સોનાના ભાવ ઘટશે નહીં  સોનું  રૂ.૩૧૦૦૦ અને ૩૨૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ વચ્ચે અથડાશે. સ્થાનિક બજારમાં ચાંદીની લે-વેચ  સાવ નિરસ બની છે. ચાંદીના ભાવમાં મોટી વધઘટ  ન થવાને કારણે સટ્ટોડિયાઓ તથા વેપારીઓ ચાંદીમાં રસ ઓછોે લઈ રહ્યા છે. ચાંદી રૂ.૩૮૦૦૦ અને ૩૮૫૦૦ પ્રતિકિલો વચ્ચે અથડાઈ ગઈ છે.  આ રૂ.૪૦૦-૫૦૦ની વધઘટમાં બુલિયનના વેપારીઓ રૂ.૫૦-૭૫ ભાવ ફેરે  કામકાજ કરે છે. આયાતકારો ચાંદી વાયદા બજાર કરતાં રૂ.૫૦-૨૦૦ પ્રતિ કિલોથી નીચે વેચીને  પોતાનો વેપાર ચાલુ રાખે છે.  શો-રૂમમાં ઘરાકી શ્રાદ્ધને  લીધે ઠંડી છે. ચાંદીના સિક્કા તથા લગડી બન ાવનાર મેન્યુફેકચરરો  દરેક નીચા ભાવે ચાંદી ખરીદીને સ્ટોક કરી રહ્યા છે. વાયદા બજારમાં  પણ ચાંદીનું  વોલ્યુમ સાધારણ છે. એકંદરે ચાંદી શ્રાદ્ધના દિવસોમાં  સ્થિર રહીને  રૂ.૩૮૧૦૦ અને રૂ.૩૮૫૦૦ વચ્ચે અથડાશે.

Related posts

કોરોના વાયરસ : આ દેશે સમુદ્રી જહાજમાં જ બનાવી દીધી 1000 બેડની હોસ્પિટલ

Nilesh Jethva

દિલ્હી એલજીનો આદેશ: તબલિગી જમાતના કાર્યક્રમ બાબતે આયોજકો વિરુદ્ધ કેસ દાખલ

Arohi

13.6 કરોડ લોકોની નોકરી ખાઈ જશે Corona, આટલા મહિનાઓ સુધી પાટે નહીં ચડે અર્થતંત્ર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!