GSTV
Gujarat Government Advertisement

બે ટકા ટીડીએસ લગાવવાના વિરોધમાં જેતપુર માર્કેટિંગ યાર્ડ પણ જોડાયું

Last Updated on September 3, 2019 by

1 કરોડની રોકડ ઉપાડ પર 2 ટકા ટીડીએસ લગાવવાના વિરોધમાં સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડોએ હડતાળ પાડી છે. ત્યારે જેતપુર માર્કેટિંગ યાર્ડનું વેપારી મંડળ પણ હવે હડતાળમાં જોડાયું છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં ગોંડલ યાર્ડને બાદ કરતા બાકીના તમામ યાર્ડ હડતાળમાં જોડાયા છે. આ પહેલા જેતપુરના માર્કેટિંગ યાર્ડ હડતાળમાં જોડાવવા મુદ્દે અસમંજસમાં હતું. પરંતુ સૌરાષ્ટ્ર યાર્ડ સંગઠન સાથે બેઠક યોજ્યા બાદ હવે જેતપુર માર્કેટિંગ યાર્ડ પણ હડતાળમાં જોડાયું છે.

ઉંઝાનું માર્કેટ યાર્ડ અચોક્કસ મુદ્દત માટે બંધ

બે ટકા ટીડીએસની જોગવાઈના વિરોધમાં એશિયાનું સૌથી મોટુ મહેસાણાના ઉંઝાનું માર્કેટિંગ યાર્ડ પણ સામેલ થયુ છે અને અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે. ઉઝા માર્કેટ યાર્ડના વેપારી એસોસિએસનની જનરલ સભામાં બંધને સમર્થનનો નિર્ણય લેવાયો છે. અને આજે વેપારીઓએ ધંધા રોજગારી બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. ઉંઝા યાર્ડના ચેરમેન અને વેપારીઓનું એક  ડેલિગેશન દિલ્હીમાં છે. જે વડાપ્રધાને રૂબરૂ મળશે. યાર્ડ બંધ રહેવાથી 4500 વેપારીઓ,1600 પેઢીઓ, 8512 કર્મચારી,12395 મજૂરોને સીધી અસર પહોંચશે.

READ ALSO


Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!