આપે પક્ષીઘર તો અનેક જોયા હશે. પરંતુ આજે અમે એક એવા અનોખા પક્ષીઘર વિશે વાત કરીશું, જે આજ પહેલા તમે ક્યારેય જોયું નહીં હોય. અનોખી ડિઝાઇન સાથેનું આ પક્ષીઘર એક સેવાભાવી ખેડૂતે તૈયાર કર્યું છે જેના માટે તેણે 20 લાખથી વધુનો કર્યો છે.

રાજકોટના જેતપુરના નવી સાંકળી ગામના ભગવાનજીભાઇ રૂપાપરા આ ખેડૂતે તેના જીવનમાં કમાયેલું ધન પક્ષીઓની સેવા માટે સમર્પિત કરી દીધું. ભગવાનજી ભાઇને વિચાર આવ્યો કે બદલાતી ઋતુમાં માનવી તો આશરો શોધી લે છે પણ પક્ષીઓ ક્યાં જાય? આ વિચારે તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યુ અને ભગવાનજી ભાઇ નાની સાંકળ ગામે તૈયાર કર્યું લાખોના ખર્ચે આ અનોખું પક્ષીઘર.
અંદાજે 20 લાખ કરતા વધુના ખર્ચે તૈયાર કરાયેલું આ અનોખુ પક્ષીઘર અહીં આવનાર તમામ માટે અચરજ પમાડે તેવું છે. અંદાજે 2 હજાર કરતા વધુ માટલાઓનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલું આ અનોખુ પક્ષીઘર કોઇપણ ઋતુમાં પક્ષીઓનું રક્ષણ કરે છે. ત્યાં સુધી કે આકાશી વીજળી પડે તો પણ પક્ષીઓને કોઇ નુકસાન ન થાય તે રીતે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે.

ભગવાનજીભાઇનું કહેવું છે કે જો દરેક માનવી તેની યથાશક્તિ મુજબ મુંગા પશુ પક્ષીઓની સેવા કરે તો આ ધરતી પર જ સ્વર્ગ છે અને આ વાત સાર્થક કરી બતાવી છે ભગવાનજી ભાઇએ.

READ ALSO
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો