GSTV
Home » News » ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ Freeમાં કરી શકશે 1 વર્ષ સુધી હવાઈ મુસાફરી, જાણો કેવીરીતે

ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ Freeમાં કરી શકશે 1 વર્ષ સુધી હવાઈ મુસાફરી, જાણો કેવીરીતે

Instagram

જો તમે ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ છો તો આ સમાચાર કદાચ તમને ચોંકાવી શકે છે, કારણકે અમેરીકાની એક એરલાઈન્સ કંપની JetBlueએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી માહિતી આપી છે કે જો યૂઝર્સ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસ્વીરો ડીલીટ કરી નાખે છે તો તેમને 1 વર્ષ સુધી ફ્રીમાં હવાઈ મુસાફરીનો લાભ મળશે.

ખરેખર, અમેરીકાની એક એરલાઈન્સ કંપની જેટબ્લૂએ ઑલ યૂ કૈન જેટ નામ પરથી એક ઑફરની શરૂઆત કરી છે, જેમાં યૂઝર્સ જો પોતાના ઈન્સ્ટાગ્રામની દરેક પોસ્ટને ડીલીટ કરી નાખે તો તેમને એક વર્ષ સુધી હવાઈ મુસાફરી માટે એક પણ રૂપિયો ચૂકવો પડશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો 1 વર્ષ સુધી તમારે ફ્રીમાં હવાઈ યાત્રા કરવાનો લાભ મળશે. આ વાતની માહિતી કંપનીએ જાતે ટ્વિટ કરીને આપી છે.

આ રીતે ઉઠાવો લાભ

જો તમે તેમાં ભાગ લેવા માંગો છો તો સૌપ્રથમ તમારે પોતાના લેપટોપ અથવા સ્માર્ટફોનના બ્રાઉઝરમાં જવુ પડશે, જ્યાં તમારે www.jetblue.com/aycj લિંકને ઓપન કરવી પડશે. ત્યારબાદ તમારી સામે એક પેજ આવશે. જ્યાં તમારે થોડા સ્ટેપ ફૉલો કરવા પડશે. સૌપ્રથમ તમારે પોતાની ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની દરેક પોસ્ટ ડીલીટ કરવી પડશે. ત્યારબાદ તમને નીચે થર્ડ સ્ટેપ દેખાશે, જ્યાં ડીલીટ કરાયેલી તસ્વીરનો સ્ક્રીન શૉટ અપલોડ કરવો પડશે.

આ સિવાય તમારે ખાલી સ્થાનને ભરવુ પડશે, જ્યાં ઑલ યૂ કેન.. લખ્યુ હશે.. ત્યારબાદ તમારે કંપનીના ટેમ્પલેટની સાથે @JETBLUE અને #ALLYOUCANJETSWEEPSTAKES હેસ ટેગ કરીને ઈન્સ્ટાગ્રામ તેને અપલોડ કરવુ પડશે. સ્મરણ રહે કે કંપનીએ પોતાની આ ઑફરની શરૂઆત 27 ફેબ્રુઆરીએ શરૂ કરી છે, જે 8 માર્ચ સુધી વેલિડ છે. એવામાં જો તમે આ ઑફરનો લાભ ઉઠાવવા ઈચ્છો છો તો તમારી પાસે હજી પણ ત્રણ દિવસનો સમય વધ્યો છે.

READ ALSO

Related posts

IFS અધિકારી વિવેક કુમારને વડાપ્રધાન મોદીનાં પર્સનલ સેક્રેટરી તરીકે નિમણૂંક અપાઇ

Riyaz Parmar

મુંબઈનાં કોલાબામાં તાજ હોટલ પાસે એક બિલ્ડીંગમાં લાગી આગ, 1નું મોત અન્ય ઘાયલ

Mansi Patel

ગુજરાતની સંવેંદનહિન સરકાર, પાક વિમાથી બચવા છુપાવી આ માહિતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!