ગુજરાતના જેતપુર તાલુકામાંથી મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં જેતપુર તાલુકાના 3 ગામોમાં અનિયમિત એસટી બસને લઈને વિદ્યાર્થીઓએ થાણાગાલોલ ગામ પાસે બસ રોકી હતી. વિદ્યાર્થીઓએ બસ રોકીને ભારે હોબાળો કર્યો હતો. અનેક વખત રજૂઆત કર્યા છતા કોઇ કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓએ જેતપુર વડીયા રૂટની બસ રોકી વિરોધ નોંધાવ્યો હતો. એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે બસ ફાળવવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

- જેતપુર તાલુકાના ત્રણ જેટલા ગામોમાં અનિયમિત એસટી બસને લઈને વિદ્યાર્થીઓનો હોબાળો
- જેતપુરના થાણાગાલોલ ગામ પાસે બસ રોકી વિધાર્થીઓએ વિરોધ નોંધાવ્યો.
- જેતપુર વડીયા રૂટની બસ રોકી વિરોધ નોંધાવ્યો
- વિધાર્થીઓએ અનેક રજૂઆત કરવા છતાં એસટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નાં આવતા વિદ્યાર્થીઓ વિફર્યા
- વડીયા રૂટની બસ મુસાફરોથી ફૂલ થતી હોવાથી વિદ્યાર્થીઓને બસમાં મુસાફરી કરવા માટે નથી મળતી જગ્યા
- એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે બસ ફાળવવામાં આવે તેવી માંગ
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ