GSTV
Home » News » જેટ વિમાનની એવી સ્થિતિ થઈ કે 1લી એપ્રિલથી નહીં ઉડે….કારણ પણ છે રસપ્રદ

જેટ વિમાનની એવી સ્થિતિ થઈ કે 1લી એપ્રિલથી નહીં ઉડે….કારણ પણ છે રસપ્રદ

ભારતીય એવિયેશન સેક્ટર માટે આજકાલ કપરા ચઢાણો છે. ઉડાન-1 બાદ ઉડાન-2 સ્કીમની તૈયારીઓ અને ક્રૂડના ફરી વધી રહેલા ભાવ, બેલેન્સ શીટ પર દિવસેને દિવસે દેવું વધારી રહ્યાં છે. આજકાલ લાઈમલાઈટમાં જોવા મળતી જેટ એરવેઝ માટે સૌથી વધુ ખરાબ સ્થિતિ સર્જાઈ રહી છે.

કિંગફિશર-2 બનવાની કગાર પર પહોંચેલ જેટના કર્મચારીની આજે વાર્ષિક સામાન્ય સભા હતી, જેમાં કર્મચારી યુનિયન કંપનીના મુદ્દાઓ, કર્મચારીઓની માંગ સહિતના મુદ્દાઓ અને અન્ય સામાન્ય મુદ્દા પર ચર્ચા કરવા એકત્ર થયા હતા. આ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો હતો-કર્મચારીઓના બાકી પગાર અને આગામી સમયના કંપનીના ભવિષ્ય અંગેનો. કંપનીને ટકાવી રાખવા માટે ગોયલ સહિતના સ્થાપક, SBI સહિતના લેણદારો, વિદેશી દિગ્ગજ એરલાઈન્સ એતિહાદ સહિત બધા જ ભારે મથામણ કરી રહ્યાં છે. આજે તો ભારત સરકારે પણ જેટને નાદારીથી બચાવવા માટે બેંકોને અરજ કરી છે.

જેટ એરવેઝના પાયલોટે સરકાર પાસે વેતન મુદ્દે માંગી મદદ

જોકે માત્ર અહિંયા જ વાત અટકતી નથી. જેટના પાયલોટોના યુનિયનની આજે મળેલ બેઠકમાં કર્મચારીઓએ મેનેજમેન્ટને ખુલ્લી ચેતવણી આપી છે કે આ સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ નહિ લાવામાં આવે તો 1લી એપ્રિલથી અમે કામ પર નહિ આવીએ. જેટના યુનિયને 31મી માર્ચ સુધીમાં બાકી પગાર સહિતના મુદ્દાઓ પર નક્કર રીઝોલ્યુન પ્લાન રજૂ કરવા જણાવ્યું છે અને જો સ્થિતિ થાળે નહિ પડે તો 1લી એપ્રિલથી જેટના બધા જ પાયલોટ રજા પર ઉતરશે અને બધા જ પ્લેન ગ્રાઉન્ડ થઈ જશે.

નરેશ ગોયલે કર્મચારીઓને પત્ર લખી ધિરજ રાખવા વિનંતી કરી

મુખ્ય વાતએ પણ છે કે જેટ પાસે 119 પ્લેન છે અને 18મી માર્ચના અંતિમ આંકડા અનુસાર 41 પ્લેન હાલમાં ઓપરેશનલ નથી. ભાડાપટ્ટાના પૈસા પણ ન ચૂકવી શકાતા વિમાનો જમીન પર જ છે. જેટની હાલમાં 603 ડોમેસ્ટિક ફ્લાઈટો છે અને 382 ઈન્ટરનેશનલ ફ્લાઈટો છે. કંપનીએ પાયલટોને ડિસેમ્બરની સેલરી આપી નથી. એરલાઈન્સે પાયલટોની જાન્યુઆરી અને ફેબ્રુઆરીની પણ સંપૂર્ણ સેલરી આપી નથી.

READ ALSO

Related posts

અમેરીકન દંપતિ આપતા હતા બાળકોને ત્રાસ , પછી થયું શું…

Path Shah

PM મોદીએ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અને PM સાથે ફોન પર કરી વાત, હુમલા અંગે વ્યક્ત કરી સંવેદના

Arohi

નોકરી છોડ્યા બાદ તરત PF ઉપાડી લેવાની ક્યારેય ન કરો ભુલ, પહેલા વાંચી લો આ

Arohi