GSTV
Home » News » જેટ એરવેઝ માટે આવ્યા રાહતના સમાચાર, દુનિયાનું ટોપમોસ્ટ ગ્રૂપ હાથ પકડે તેવી સંભાવના

જેટ એરવેઝ માટે આવ્યા રાહતના સમાચાર, દુનિયાનું ટોપમોસ્ટ ગ્રૂપ હાથ પકડે તેવી સંભાવના

જેટ એરવેઝને આર્થિક સંકટથી બહાર નિકાળવા માટે હવે તેને ધિરાણ દેવા વાળી બેંકો અને એતિહાદ એરવેઝે યુકેના સૌથી ધનાઢ્ય બિઝનેસ ગ્રૂપ હિન્દુજા સાથે સંપર્ક કર્યો છે. જેટ એરવેઝની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, અને છેલ્લા બે દિવસોમાં, ઘણા ટોચના અધિકારીઓએ પોતાનું પદ છોડી દીધું છે. અહેવાલો અનુસાર હિન્દુજા ભાઈઓએ એરવેઝને બચાવવાં માટે શરૂઆતમાં રસ બતાવ્યો છે.

એક ખાનગી અખબારના સમાચારમાં આ દાવો કરવામાં આવ્યો છે. જેમાં અખબાર અનુસાર, ધીરનાર બેંકો જેટ માટે કોઈ યોગ્ય ખરીદદાર મળી નથી રહ્યો ત્યારે તાજેતરમાં, તેના સીઇઓ વિનય દુબે, સીએફઓ, કંપની સેક્રેટરી, ચીફ પીપલ ઑફિસર (સીપીપી) તમામ હોદ્દેદારોએ તેમનાં પદ પરથી રાજીનામું આપ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એવું કહ્યું છે કે ઈતિહાદએ પ્રતિનિધિ જૂથના મુખ્ય અને મોટા ભાઈ જી.પી. હિંદુજાનો સંપર્ક કર્યો છે. તેમણે આ મુદ્દો તેમના નાના ભાઈ અશોક હિન્દુજાને સોપ્યો છે. જે ભારતીય બિઝનેસ જુએ છે. હિન્દુજા ગ્રૂપે હજુ સુધી આ કેસમાં કોઈ વચન આપ્યું નથી, પરંતુ જૂથના લોકો આગામી થોડા દિવસોમાં એતિહાદના પ્રતિનિધિઓ અને ધિરાણ દેવાવાળી બેંકોને મળશે. જો કે, આ માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. આ વાતચીત હજુ શરૂઆતી તબક્કામાં છે અને તેના માટે કોઈ ઔપચારિક મીટિંગ અથવા સંવાદ થયો નથી.

નોંધપાત્ર રીતે, જેટ એરવેઝે બેંકો પાસેથી લોન્સ લીધી હતી. અને તેને 17 એપ્રિલથી બંધ કરવું પડ્યું હતું. જ્યારે બેન્કોએ તેને 400 કરોડની બીજી લોન આપવાનો ઇનકાર કર્યો હતો. એસબીઆઈના નેતૃત્વ હેઠળની બેન્કોના સંઘે જેટને રૂ .8,500 કરોડનું લોન આપ્યું છે, જે તેને પુનઃપ્રાપ્ત કરવાનો કોઈ રસ્તો નથી. એરલાઇને કહ્યું હતું કે ધંધો ચલાવવા માટે આ લોન જરૂરી છે. અગાઉ માર્ચમાં, બેંકોએ કંપનીના બોર્ડને પોતાના હસ્તક લીધા હતા અને એરલાઇન્સના સ્થાપક નરેશ ગોયલ અને તેમની પત્નીને બોર્ડમાંથી બહાર જવું પડ્યું હતું.

જેટમાં એતિહાદ 24% હિસ્સો ધરાવે છે અને તે કંપનીનો બીજો સૌથી મોટો શેરહોલ્ડર છે. એતિહાદ હવે જેટમાં 1,700 કરોડ રૂપિયાનું રોકાણ કરવા તૈયાર છે, પરંતુ તે મુખ્ય રોકાણકાર બનવા તૈયાર નથી. રોકાણકારોનો અંદાજ છે કે જેટ ચલાવવા માટે, આગામી ત્રણ વર્ષમાં તેને રૂ. 20,000 કરોડની મૂડીની જરૂર પડશે.

READ ALSO

Related posts

શારદા ચીટ ફંડ કૌભાંડ: રાજીવ કુમારની પત્નીએ કોર્ટમાં એન્ટીસિપેટરી જામીન માટે અરજી કરી

Mansi Patel

‘હું આમંત્રિત છું ને?’ Howdy Modiમાં ટ્રમ્પના સવાલનો પીએમ મોદીએ આપ્યો જબરદસ્ત જવાબ

Bansari

સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીરમાં વર્ષોથી બંધ પડેલા 50 હજાર મંદિરોને ખોલવામાં આવશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!