GSTV
Home » News » જેનો ભૂતકાળ આટલો ભવ્ય છે એ જેટ એરવેઝનાં આવા ફાફા મારવાનાં દિવસોનું આ છે કારણ

જેનો ભૂતકાળ આટલો ભવ્ય છે એ જેટ એરવેઝનાં આવા ફાફા મારવાનાં દિવસોનું આ છે કારણ

બેંકોના ગ્રુપે ઈમરજન્સી ફંડિંગ આપવાનો ઈનકાર કર્યા બાદ સંકટોમાં ઘેરાયેલી એરલાઈન્સ જેટએરવેઝના મદદના દરેક રસ્તા બંધ થઈ ગયા છે. જેને કારણે એરલાઈન્સે બુધવાર રાતથી તેની વિમાની સેવા બંધ કરી દીધી છે. આ પરિસ્થિતીમાં નક્કી થઈ ગયુ છે કે બેંકોનાં કંટ્રોલમાં આવી ગયેલી પ્રાઈવેટ એરલાઈન્સ જેટ એરવેઝની હવે હરાજી થઈ શકે છે. 90નાં દશકની ચર્ચિત એરલાઈન્સ માટે બોલી લગાવવા માટે બેંકોએ 4 બોલી દાતાઓની ઓળખ કરી છે. આ ચાર બોલીદાતા એતિહાદ એરવેઝ રાષ્ટ્રીય રોકાણનિધી એનઆઈઆઈએફ, ખાનગી ક્ષેત્રના ટીપીઝ કેપિટલ અને ઈન્ડિગો પાર્ટનર છે.

જેમાં ખાડી દેશોની એરલાઈન્સ એતિહાદ એરવેઝનું હેડક્વાર્ટર અબુધાબીમાં છે. જુલાઈ 2003માં શરૂ થયેલી આ એરલાઈન મડલ ઈસ્ટ, આફ્રિકા, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોમાં સેવા આપે છે. આ એરવેઝ સંયુક્ત અરબ અમીરાતમાં બીજા નંબરની સૌથી મોટી એરલાઈન છે. આ એરલાઈનની જેટ એરવેઝમાં પહેલાંથીજ 24 ટકા હિસ્સેદારી છે.

jet airways

ઈન્ડિગો પાર્ટનર અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ છે. જેને અમેરિકાની ફ્રટિયર એરલાઈન કંટ્રોલ કરે છે.. ઈન્ડિગો પાર્ટનરે હાલમાં જ WOW એરને ખરીદવાની જાહેરાત કરી હતી. વર્ષ 1992માં બનેલી ટિપીઝ કેપિટલ અમેરિકાની રોકાણ કંપની છે. આ દુનિયાની ટોપ પ્રાઈવેટ ઈક્વિટી રોકાણ ફર્મમાંથી એક છે. આ ફર્મ કન્ઝ્યુમર, રિટેલ, મિડીયા અને ટેલિ કોમ્યુનિકેશન સિવાય હેલ્થકેર જેવાં સેગમેન્ટમાં રોકાણ કરે છે.

નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને ડિસેમ્બર 2015માં ભારતનાં મહત્વપૂર્ણ સેક્ટરમાં ફંડિંગ કરવા માટે બનાવવામાં આવી હતી. સંસ્થાની વેબસાઈટ મુજબ, ત્રણ અલગ અલગ ફંડોમાં 3 બિલિયન ડોલરથી વધુ કેપિટલ કમિટમેન્ટનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. ચાલુ મહિનાની શરૂઆતમાં બેંકોના ગ્રુપમાંથી એસબીઆઈ કેપે જેટ એરવેઝની 32.1થી લઈને 75 ટકા સુધીની હિસ્સેદારીના વેચાણ માટે બોલીઓ મંગાવી હતી. બોલીઓ 8 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી આમંત્રિત કરવામાં આવી હતી. જેટએરવેઝના લેણદારોનું કહેવું છે કે આ હિસ્સેદારીનાં વેચાણમાટે બોલી પ્રક્રિયા સફળતાપૂર્વ પુરી થવાની આશા છે.

READ ALSO

Related posts

આ હોટ ઓક્ટ્રેસે પહેરી ‘રામ’ નામની બિકિની, તસ્વીર જોઈને લોકો ભડક્યા અને કરી નાખ્યું કંઈક આવું

Arohi

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

‘તારે આગળ વધવું હોય તો હું કહું તેમ કરવું પડશે’, માર્શલ આર્ટ શીખવતા શખ્સે યુવતી સાથે એવું કર્યું કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!