GSTV
Home » News » જેટ એરવેઝ સંકટ: DGCA એન્જીનિયરિંગ ડિપાર્ટમેન્ટનું ઓથોરાઈઝેશન રદ

જેટ એરવેઝ સંકટ: DGCA એન્જીનિયરિંગ ડિપાર્ટમેન્ટનું ઓથોરાઈઝેશન રદ

એન્જીનિયર એવિએશન રેગ્યુલેટરે જેટ એરવેઝના એન્જીનિયરિંગ ડિપાર્ટમેન્ટનું ઓથોરાઈઝેશન રદ કર્યું. જેના કારણે હવે આ ડિપાર્ટમેન્ટ કામકાજ કરી શકશે નહિ. ડાયરેક્ટેરટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની આ કાર્યવાહીની અસર જેટ એરવેઝના સૌથી મહત્વપૂર્ણ અસેટ્સ, તેના વિમાનો પર પડશે.

આ વિમાનોએ કેટલાક મહિનાઓથી ઉડાન નહિ ભરવા છતાં તેમને મેન્ટિનન્સની જરૂરત છે. એક્સપર્ટ કહે છે કે હવે જેટ એરવેઝની ફલાઈંગ પરમિટ વેલ્યુ ઘણી ઓછી થઈ ગઈ છે. હાલમાં આ એરલાઈનના કબ્જામાં 14 વિમાનો જ બાકી રહ્યા છે. તેમાં મુખ્યત્વે બોઈંગ 777 વિમાનો જ છે. આ વિમાનોના માલિક જેટ એરવેઝ છે. એરલાઈનના મોટાભાગના અન્ય વિમાન ભાડે લીધેલ હતા અને જેટ એરવેઝના માસિક ભાડાની ચૂકવણી નહિ કરવાના લીધે આ વિમાનોને લીઝ પર આપતી કંપનીઓએ ડિરજીસ્ટર્ડ કરી દીધા છે. જેટ એરવેઝના એન્જીનિયર્સની સંખ્યા લગભગ 500 છે.

DGCA ના આ પગલાથી જેટ એરવેઝ પર અન્ય એરલાઈન્સ માટે થર્ડ-પાર્ટિ મેન્ટિનેન્સ કરવા પર પણ રોક લગાવવામાં આવી છે. જેટ એરવેઝે 17 એપ્રિલથી પોતાની તમામ ઉડાન બંધ કરી દીધી હતી. એરલાઈન પાસે કેશની અછત હોવાના કારણે નવું ફંડ એકત્રિત કરવામાં તે નિષ્ફળ રહેતા આ પગલું ભરવું પડ્યું હતું. જેટને ઉગારવાના પ્રયાસ એતિહાદ, હિંદુજા ગ્રુપ તેમજ અન્ય ઇનવેસ્ટર કરી રહ્યા છે.

પરંતુ દિવસેને દિવસે સ્થિતિ વધુ કથળતી જતી જોવા મળી રહી છે. NCLTએ જેટ એરવેઝના ઇનસોલ્વેંસી બાબતની સુનાવણી 20 જૂન સુધી ટાળી છે. NCLT એ એરલાઈનના બે ઓપરેશનલ ક્રેડિટર્સ-શમન વ્હીલ્સ અને ગગ્ગર એન્ટરપ્રાઈઝને જેટ એરવેઝને ફરી લીગલ નોટિસ આપવા જણાવ્યું છે. જેટ એરવેઝ પર શમાન વ્હીલ્સ ના 8.74 કરોડ અને ગગ્ગર એન્ટરપ્રાઈઝના 53 લાખ રૂપિયા બાકી હોવાના લીધે આ બંને ફર્મો જેટ એરવેઝને NCLTમાં લઈ ગયા હતા.

READ ALSO

Related posts

મારા જલેબી ન ખાવાથી પ્રદૂષણ ખત્મ થાય છે તે હું જિંદગીભર જલેબી છોડી શકું છું, ગંભીર બગડ્યો

Mansi Patel

સિયાચીનમાં બરફના તોફાનનો કહેર, હિમપ્રાતનાં કારણે 4 જવાનો સહિત 6નાં મોત

pratik shah

દેશની સૌથી અમીર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપે લીધો આ ચોકાવનારો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!