GSTV
Home » News » JET AIRWAYSની સ્થિતિ પર સમીક્ષા કરવા બોલાવાઈ PMOમાં અરજન્ટ મીટિંગ

JET AIRWAYSની સ્થિતિ પર સમીક્ષા કરવા બોલાવાઈ PMOમાં અરજન્ટ મીટિંગ

નાણાકીય કટોકટીનો સામનો કરતી જેટ એરવેઝે 15 એપ્રિલ સુધીમાં તેની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રોકડના અભાવને રદ કરી દીધી છે. ત્યારે ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા સંચાલિત બેંકોના જૂથ દ્વારા શેરના વેચાણ માટે નક્કી કરેલી અંતિમ મુદત શુક્રવારે સમાપ્ત થઈ ગઈ હતી.

હાલમાં બેન્કોના જૂથ દ્રારા એરલાઇનની નિયમિત ફ્લાઇટોનું નિરીક્ષણ કરે છે. ત્યારે અગાઉ આ બીડ બુધવારે સમાપ્ત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી તેને શુક્રવાર સુધી વધારવામાં આવ્યું હતું. ત્યારે વડા પ્રધાન કાર્યાલયે (પી.એમ.ઓ.) નાણાકીય કટોકટીનો સામનો કરી રહી રહેલી ખાનગી એરલાઇન કંપની જેટ એરવેઝને બચાવવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જ્યારે સિવિલ એવિએશન સેક્રેટરી પ્રદીપ સિંહ ખુરાલાએ નિવેદન આપ્યું છે.

જેમાં જેટની સેવાઓ 15 એપ્રિલ સુધી સંપૂર્ણ રદ રહેશે. ત્યારે જેટ એરવેઝ પાસે દર સપ્તાહે માત્ર 6 થી 7 વિમાન ઉડવા માટેના જ પૈસા છે. ત્યારે જેટના બધા વિમાનોને ચલાવવું એ ધીરનાર દ્વારા આપવામાં આવતા ભંડોળ પર આધારિત છે. સુત્રોના જણાવ્યા અનુસાર એરલાઇનના સ્થાપક નરેશ ગોયલે, સંયુક્ત આરબ અમીરાતની એતિહાદ એરવેઝ, એર કેનેડા અને અન્ય રોકાણકારોને એરલાઇન માટે બિડ્સ સબમિટ કરી છે.

જેમાં એરલાઇને ગુરુવારે તેની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોને અસ્થાયી ધોરણે રદ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે લીઝનુ ભાડુ ન ભરવાને કારણે લીધે જેટ એરવેઝે 10 અન્ય વિમાનોની ઉડાણમાંથી બહાર નિકળ્યા પછી પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય ભારત તરફ જવાવાળી તમામ ઉડ્ડયન રદ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે એરલાઈન સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે રોકડની અછતને લીધે જેટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત રાખવાના નિર્ણયને સોમવાર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.

જેટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સેવા આપવા વાળી સૌથી મોટી સ્થાનિક એરલાઇન છે. જેટનું આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટેનું મુખ્ય કેન્દ્ર એમ્સ્ટરડેમ રહ્યું છે. જ્યારે મંગળવારે લીઝના ભાડાની ચૂકવણી ન ચૂકવાતા એક એજન્ટે એમ્સ્ટરડેમમાં જેટના વિમાનોનો કબજો લીધો હતો. આ કારણે તે દિવસથી જેટની એમ્સ્ટરડેમ-મુંબઈ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. અને ઘણી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે મોં પર ચોપડાવ્યું: ભારત સાથે મારા સારા સંબંધો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!