GSTV
Home » News » ‘અમે તમને ઉંચે લઈ જઈએ છીએ, તમે અમને નીચે ના પાડો’ જેટ એરવેઝના સેંકડો કર્મચારીઓના બેનરો સાથે દેખાવ

‘અમે તમને ઉંચે લઈ જઈએ છીએ, તમે અમને નીચે ના પાડો’ જેટ એરવેઝના સેંકડો કર્મચારીઓના બેનરો સાથે દેખાવ

બંધ પડી ગયેલા જેટ એરવેઝના સેંકડો કર્મચારીઓએ આજે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઓફિસ સમક્ષ દેખાવ કર્યા હતા અને  તેમના બાકી લેણા અપાવવા તેમજ એરલાઇને ફરી શરૃ કરવાની માંગણી કરી હતી.નાણાકીય કટોકટીના કારણે  ગયા મહિના મધ્યમાં જ બંધ કરાયેલી એર લાઇનને ખરીદવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના કોન્સોર્ટિયમે ગ્રાહક શોધવાના પ્રયાસો શરૃ કરવાના સમયે જ દેખાવો કર્યા હતા.

આશરે ૨૦૦ કર્મચારીઓ એ ‘અમારૃં રુદન સાંભળો’અને ‘અમે તમને ઉંચે લઇ જઇએ છીએ, તમે અમને નીચે ના પાડો’, અમારે પણ અમારા પરિવારનું ભરણોપષણ કરવું છે’, મહેરબાની કરીને ૯ડબલ્યુને પડવા ના દો’જેવા  બેનર સાથે દેખાવ કર્યો હતો.૯ ડબલ્યુ એ જેટ એરવેઝનો કોડ નંબર છે. દેખાવકારો મંત્રાલય તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે દિલ્હી પોલીસ અને સીઆરએફના જવાનોએ તેમને રોક્યા હતા.

એરલાઇનના ત્રણ કર્મચારીઓ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંયુક્ત સચિવ  એસ.કે. મિશ્રાને મળ્યા હતા. મિશ્રાને મળ્યા પછી એક કર્મચારી આશીશ કુમાર મોહંતીએ પત્રકારોને કહ્યું હતું કે ‘ જેટ એરવેઝની આજની હાલત અંગે અમે તેમને અત્યાર સુધીની તમામ માહીતીથી વાકેફ કર્યા હતા. છેલ્લા પાંચ મહિનાથી અમને પગાર મળ્યો નથી.

 દરમિયાન અમારી તબીબી સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી હતી, કારણ કે મેનેજમેન્ટે એવું કહ્યું હતું કે અમારી આવક બંધ થઇ જતાં આ પગલું ભર્યું હતું’. ‘ સંયુક્ત સચિવે કહ્યું હતું કે સરકાર જેટ એરવેઝને ફરીથી શરૃ કરવા અંગે ચિંતિત છે. કંપનીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ બાબતને સારી રીતે જણે છે. મંત્રણાઓ ચાલે જ છે. પરંતુ હજુ સુધી કંઇ જ પરિણામ આવ્યું નથી’એમ મોહંતીએ કહ્યું હતું.

Read Also

Related posts

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!