GSTV
Home » News » જૅટ એરવેઝ કેસ: નરેશ ગોયલના ઘર સહિત ઘણી જગ્યાઓ ઉપર EDના દરોડા

જૅટ એરવેઝ કેસ: નરેશ ગોયલના ઘર સહિત ઘણી જગ્યાઓ ઉપર EDના દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ જૅટ એરવેઝ કેસમાં દિલ્હી અને મુંબઈમાં દરોડા પાડ્યા છે. જેટ એરવેઝનાં સંસ્થાપક નરેશ ગોયલનાં ઘરની સાથે જ એક ડઝનથી વધારે સ્થળો ઉપર શોધખોળ ચાલી રહી છે. આની પહેલાં જૅટ એરવેઝનાં સંસ્થાપક નરેશ ગોયલ સાથે ગુરૂવારે ગંભીર છેતરપિંડીની તપાસ કચેરી(એસએફઆઈઓ)એ પુછપરછ કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ હતુકે, ગોયલ સાથે આ પુછપરછ જેટ એરવેઝમાં 18 હજાર કરોડના કથિત નાણાકીય અનિયમિતતાઓને લઈને કરવામાં આવી હતી. જેટ એરવેઝ હજી પણ બંધ છે.

SFIO કરી રહી છે મામલાની તપાસ

કોર્પોરેટ મામલાનાં મંત્રાલયે જૂલાઈમાં જેટ એરવેઝના મામલાની એસએફઆઈઓ તપાસનાં નિર્દેશ આપ્યા હતા. મોટા પાયે અનિયમિતતા તથા નાણાની ઉચાપાત કરવાના મામલા સામે આવ્યા બાદ આ નિર્દેશ આપવામાં આવ્યા હતા. જેટ એરવેઝનું પરિચાલન એપ્રિલથી બંધ છે.

Naresh Goyal

17 એપ્રિલથી જેટ એરવેઝનું પરિચાલન બંધ

જેટ એરવેઝે ગંભીર નકદી સંકટ બાદ 17 એપ્રિલથી પોતાનું પરિચાલન બંધ કરી દીધુ હતુ. તેની પહેલાં માર્ચમાં ગોયલે એરલાઈનના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. હાલમાં જેટ એરવેઝ નાદારી અને શુદ્ધિકરણ અક્ષમતા સંહિતા હેઠળ નાદારી પ્રક્રિયામાં છે.

READ ALSO

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!