આર્થિક સંકટનો સામનો કરી રહેલા જેટ એરવેઝને મોટો ઝાટકો લાગ્યો છે. નાણાકીય સંકટના કારણે જેટ એરવેઝની 90 ટકા ઉડાન રદ કરવામાં આવી. જેમા ડોમેસ્ટિક અને આતંરરાષ્ટ્રીય ઉડાનનો સામાવેશ થાય છે. જેટ એરવેઝના કુલ 119 વિમાન માથી મોટા ભાગના વિમાનને ગ્રાઉન્ડમાં પાર્ક કરી દેવામાં આવ્યા છે. ‘
આ મામલે કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેંજને પણ જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યુ કે, નાણાકીય સંકટના કારણે કંપની નાણાની ચુકવણી કરવામાં અસમર્થ છે. જેથી અન્ય 10 વિમાનની ઉડાન પણ રદ કરવામાં આવી. ત્યારે આ મામલે દેશના નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યુ હતુ કે, જેટ એરવેઝના સંકટ પર ધ્યાન કેન્દ્રીત કરવા મંત્રાલયને આદેશ આપવામાં આવ્યા છે. યાત્રિઓની સુવિધામાં વધારો કરવા મંત્રાલય પુરતા પગલા પણ ભરશે.
READ ALSO
- જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ
- મોટા સમાચાર/ Zomatoના બોર્ડે Blinkitની ખરીદીને આપી મંજૂરી, અધધધ આટલા કરોડ રૂપિયામાં થઈ ડીલ!
- અમેરિકામાં હવે કોઈ મહિલાઓ નહિ કરાવી શકે અબોર્શન, SCએ પોતાનો જ 50 વર્ષ જૂનો ચુકાદો બદલ્યો; લોકો રસ્તા પર ઉતર્યા
- મોટા સમાચાર / નોર્વેની રાજધાની ઓસ્લોના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર : 2ના મોત, 14 ઘાયલ
- સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો