GSTV

કોરોના: જ્યાં ઈસુને વધ:સ્થંભ પર ટાંગવામાં આવ્યા હતા તે ચર્ચને 700 વર્ષ બાદ બંધ કરાયું

સમગ્ર દુનિયા હાલ કોરોના વાયરસ સામ ઝઝૂમી રહી છે, ત્યારે આવા સમયે દુનિયાના તમામ મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરૂદ્વારા પણ બંધ કરાવામાં આવી રહ્યા છે. ત્યારે આ જ ક્રમમાં હવે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે લગભગ 700 વર્ષ બાદ યરુશલમમાં આવેલુ પવિત્ર ચર્ચને પણ બંધ કરવાની ફરજ પડી છે. આ એજ ચર્ચ છે જ્યાં ઈસા મસીહને વધ:સ્થંભ પર ટાંગવામાં આવ્યા હતા.

ઈસાઈઓ માટે સૌથી પવિત્ર સ્થળ

આપને જણાવી દઈએ કે, આ એજ ચર્ચ છે, જ્યાં ઈસા મસીહને વધ:સ્થંભ પર ટાંગવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેમને ત્યાં જ ટાંગવામાં આવ્યા હતા. ઈસાઈઓ માટે આ દુનિયાનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. આ અગાઉ આ ચર્ચ સને 1349માં પ્લેગની બિમારીના કારણે બંધ કરાયુ હતું. આ સમયે એશિયામાં પ્લેગ ફેલાવાના કારણે ચર્ચા બંધ કરાયુ હતું. બ્લેક પ્લેગના કારણે યુરોપમાં જ લાખો લોકોના મોત થયા હતા.

આ ચર્ચની ખાસિયત છે કે…

આ ચર્ચની ખાસ વાત એ છે કે, ચર્ચની ચાવી એક મુસ્લિમ પરિવાર પાસે રહે છે. વિતેલી આઠ પેઠીઓથી આવુ ચાલ્યું આવે છે. આ ચર્ચને બંધ કરી ચાવી રાખનારા પરિવારે જણાવ્યું હતું કે, ચર્ચનું બંધ થવું એ અત્યંત દુખદ ઘટના છે.

READ ALSO

Related posts

ભરૂચ/ માગણીઓ સ્વિકારવાના બદલે પોલીસ ફરિયાદ કરી, આરોગ્ય વિભાગ બચાવમાં આગળ આવ્યો

Pravin Makwana

સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિમાં રૂપાણીએ કોંગ્રેસ પર વરસાવ્યા વાક્બાણ

Pritesh Mehta

વડોદરા ભાજપમાં ભડકો/ કોંગ્રેસના કોર્પોરેટર ભાજપમાં જોડાવાના હોવાની વાતો વહેતી થતાં કાર્યાલય પર કર્યો ઘેરાવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!