જેસર રોડની હાલત મગરમચ્છની પીઠ જેવી, રોડમાં ડામર પાથર્યા બાદ રેતીના ઢગલા કર્યા હોય તેવી હાલત

ભાવનગરમાં પાલીતાણા-જેસર રોડની કામગીરી દરમ્યાન રોડમાં ગાબડાં પડવા લાગતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. પાલીતાણા ડેમ નજીકની જેસર ચોકડીથી જેસર સુધી આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રસ્તામાં આવતા વિવિધ નાળાઓ પહોળા કરી રોડ બનાવવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ ઓમ કન્સ્ટ્રક્શન કંપનીને અપાયો છે. પરંતુ જેસર ચોકડીથી વડાલ ગામ સુધી થોડા કિલોમીટરનો જ ડામર રોડ બન્યો છે.

ત્યાં જ તેમાં મોટા-મોટા ગાબડાઓ પડી ગયા છે. રોડમાં જ્યાં ડામર પાથરી દેવામાં આવ્યો છે ત્યાં રોડ સંપૂર્ણ તૂટી ગયેલો નજરે પડે છે. એક તરફ રોડનું કામ આગળ ધપી રહ્યું છે તો બીજી તરફ પાછળ-પાછળ રોડ તૂટી રહ્યો છે.

પરિણામ રોડ પર ડામર પાથર્યા બાદ ફક્ત રેતીના ઢગલા કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામજનોએ કોન્ટ્રકટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી તંત્ર દ્વારા રોડના કામમાં થઇ રહેલી ગેરરીતિ અટકાવવાની માંગણી કરી છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter