GSTV

વેબ સીરીઝ code Mની તસવીર આવી સામે, આ અભિનેત્રી કરી રહી છે ડેબ્યુ

jennifer winget

જેનિફર ટેલિવિઝન સીરિયલ સરસ્વતિચંદ્રમાં જોવા મળી હતી. ત્યારબાદ તેના દાંપત્યજીવનમાં ઘણાં ઊતાર-ચડાવ આવ્યા જોવા મળ્યા હતા અને ત્યારબાદ છુટાછેડા થઈ ગયા. જેનિફર હાલ સિંગલ છે તેને કોઈ સાથે લગ્ન કર્યા નથી. તે કહે છે કે હમણાં થોડો સમય કરિયર પર ધ્યાન આપવું છે. જ્યારે તેના એક્સ પતિએ બિપાશા બાસુ સાથે લગ્ન કરી લીધા હતા અને ખુશી લગ્ન જીવન પસાર કરે છે. તે લાંબા બ્રેક બાદ ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટ કામ પર પાછી ફરી રહી છે.

જેનિફરે બાલાજીની વેબ સીરીઝ કોડ એમનું શૂટિંગ શરૂ કરું દીધું છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેનિફરે એએલટી બાલાજીની વેબ સીરીઝ સાથે ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. આ સીરીઝમાં તેનું નામ મોનિકા હશે જે આર્મી ઓફિસર છે.

કોડ એમમાં તેની સાથે તનુજ વિરવાની જોવા મળશે. જેનિફર ટેલિવિઝનની સીરિયલ બેપનાહમાં છેલ્લે જોવા મળી હતી. તે પછી તે હોલિડે એન્જોય માટે ગઈ હતી. નવા વર્ષમાં તે પોતાના પરિવાર સાથે ટાઈમ પસાર કર્યા પછી તે પોતાની ગર્લ-ગેન્ગની સાથે ગોવા ફરવા ગઈ હતી. જેનિફરે તેની ગોવા ટ્રિપના પણ કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

જેનિફરનો શો બેપનાહ બંધ થયે ઘણો સમય થઈ ગયો છે. પરંતુ તે છતાં પણ લોકોમાં હજી આ શો માટે ચાહત છે. તેની એક ઝલક 25મા એસઓએલ લાયસન્સ ગોલ્ડ એવોર્ડસમાં જોવા મળી હતી. આ શો માટે હર્ષદ ચોપડાને બેસ્ટ એક્ટર અને જેનિફરને બેસ્ટ એક્ટ્રેસ પોપ્યુલર\ક્રિટિક્સનો ઍવોર્ડ મળ્યો હતો.

Read Also

Related posts

વરુણ ધવન-નતાશાએ ફર્યા સાત ફેરા, સામે આવ્યો બોલિવૂડ એક્ટરના વેડિંગ વેન્યૂનો વીડિયો; 2 ફેબ્રુઆરીએ રિસેપ્શન યોજાઈ શકે છે…

Ali Asgar Devjani

કપિલ શર્માના ચાહકો માટે આવ્યા નિરાશાજનક સમાચાર, બંધ થઈ રહ્યો છે શો, જાણો કેમ

Pravin Makwana

નોર્થ ઈસ્ટ તરફ વળ્યું બૉલિવુડ, લગ્નના 10 દિવસ બાદ શૂટીંગ પર પહોંચશે વરુણ ધવન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!