GSTV

ગોવા ફરવા જનારાઓ સાવધાન, જેલીફિશના ઝૂંડનો બે દિવસમાં 90થી વધુ લોકો બન્યા શિકાર

Last Updated on November 20, 2020 by Karan

ગોવા તેની દરિયા કિનારાની સુંદરતા – બીચ માટે પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે, પરંતુ હવે આનંદ- મોજમસ્તી લોકોને ભારે પડી શકે છે. ગોવાના બીચો પર હવે ઝેરી જેલીફિશનો આતંક વધ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં 90થી લોકો જેલીફિશના ડંખનો ભોગ બન્યા છે. જેલીફિશના સંપર્કમાં આવનારા આ લોકોને સારવારની જરૂર પડી છે. આ ઝેરી માછલીની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.

બાગા કૈલંગ્યૂટ બીચ પર જેલીફિશનો શિકાર થયાના 55 થી વધુ કિસ્સાઓ

હકીકતમાં, છેલ્લા બે દિવસમાં, ગોવાના બાગા કૈલંગ્યૂટ બીચ પર જેલીફિશનો શિકાર થયાના 55 થી વધુ કિસ્સાઓ નોંધાયા છે, જ્યારે આ ઝેરી માછલીએ કેન્ડોલિમ બીચ પર 10થી વધુ લોકોને ડંસ મારી દીધો છે. દક્ષિણ ગોવામાં પણ 25થી વધુ કેસ હતા, જેમાં ઝેરી જેલીફિશનો ભોગ બનેલા લોકોને પ્રાથમિક સારવારની જરૂરિયાત પડી હતી.

જેલીફિશના સંપર્કમાં આવવા પર શરીરમાં દર્દ થાય

જેલીફિશના સંપર્કમાં આવવા પર શરીરમાં દર્દ થાય છે. અને શરીરના જે ભાગમાં તેઓ સંપર્કમાં આવે છે તે સુન્ન થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક કેસમાં જેલીફિશના સંપર્કમાં આવવાથી તેના સ્પર્શથી તે ભાગમાં બહેરાપણું – ખાલી પણું જોવા મળવાની ફરિયાદો પણ મળી છે.

જેલીફિશ દ્વારા ડંખ માર્યા પછી વ્યક્તિને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ

એક રિપોર્ટ મુજબ બાગા બીચ પર બનેલી ઘટના બાદ તરત જ એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી હતી. ઓક્સિજનની સારવાર આપ્યા બાદ તે વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી બાજુ, તાજેતરમાં બનેલી એક ઘટનામાં, જેલીફિશ દ્વારા ડંખ માર્યા પછી વ્યક્તિને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.

તાજેતરમાં આ ઘટનાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો

જેલીફિશ બે પ્રકારની હોય છે. સામાન્ય અને ઝેરી. મોટાભાગની જેલીફિશ લોકોને નુકસાન પહોંચાડતી નથી, તેમને સંપર્કમાં આવવાથી થોડો ખંજવાળ જેવી સમસ્યા આવે છે, પરંતુ ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં જેલીફિશથી લોકોને નુકસાન થાય છે. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે જેલીફિશના ડંખની ઘટના ખૂબ ઓછી બનતી હોય છે, પરંતુ તાજેતરમાં આ ઘટનાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે લોકડાઉન પછી ગોવા બીચને પર્યટકો માટે ખોલવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કોરોના/ દેશનાં 22 જિલ્લામાં નવા કેસમાં ઉછાળો: 62 જિલ્લામાં 100થી પણ વધુ કેસ, મોદી સરકારે કહ્યું હળવાશથી ના લેશો

Zainul Ansari

રેલ્વેની મોટી જાહેરાત: એરપોર્ટની જેમ લક્ઝુરિયસ બનાવવામાં આવશે આ 5 સ્ટેશન, મળશે વિશ્વ કક્ષાની સુવિધા, જાણો કેટ કેટલું બદલાઈ જશે

Vishvesh Dave

ફફડાટ/ આગામી ચારથી છ અઠવાડિયામાં વર્તમાન આંકડા કરતા ચાર ગણા હશે કેસ, આ દેશમાં જાહેર થઈ ચેતવણી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!