GSTV

વિદાય / અમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ કાલે CEOનું પદ છોડશે, જાણો શું છે આગળની યોજના

Last Updated on July 4, 2021 by Zainul Ansari

એક ઓનલાઇન બુકસ્ટોર તરીકે અમેઝોનની શરૂઆત કરનાર અને તેને શોપિંગ જાયન્ટ બનાવનાર જેફ બેઝોસ કંપનીના સીઈઓ પદેથી રાજીનામું આપશે. સોમવાર (5 જુલાઈ)થી તે હવે કંપનીના સીઈઓ રહેશે નહીં. બેઝોસની જગ્યા અમેઝોનના ક્લાઉડ કોમ્પ્યૂટિંગ બિઝનેસનું સંચાલન કરનાર એન્ડી જેસી લેશે.

જેફ

જો કે લગભગ 30 વર્ષ સીઈઓ પદ પર રહ્યા પછી, બેઝોસ હવે કાર્યકારી અધ્યક્ષની નવી ભૂમિકા નિભાવશે. બેઝોસે ફેબ્રુઆરીની શરૂઆતમાં કહ્યું હતું કે તે અન્ય કાર્યોને વધુ સમય આપવા અને તેની કંપની બ્લુ ઓરિજિન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એમેઝોન સીઇઓ પદ છોડવા માંગે છે.

સ્પેસ ફ્લાઇટના મિશન પર કામ કરી રહ્યા છે બેઝોસ

બેઝોસ તેના નવા સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરશે. બેઝોસ હવે સ્પેસ ફ્લાઇટના મિશન પર કામ કરી રહ્યું છે. તે આ મહિને સંચાલિત થનારી તેની કંપની ‘બ્લુ ઓરિજિન’ની પ્રથમ સ્પેસ ફ્લાઇટમાં સવાર થશે.

20 જુલાઈના રોજ અંતરિક્ષ માટે ઉડાન ભરશે ન્યૂ શેફર્ડ અંતરિક્ષયાન

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર, બેઝોસે કહ્યું હતું કે તે, તેનો ભાઈ અને હરાજીમાં વિજેતા બનેલા એક બ્લુ ઓરિજિનના ‘ન્યુ શેફર્ડ’ અવકાશયાનમાં સવારી કરશે, જે 20 જુલાઈએ ઉપડશે. આ સફરમાં ટેક્સાસથી અવકાશની ટૂંકી મુસાફરી થશે. એપોલો 11ના ચંદ્ર પર ઉતરાણની વર્ષગાંઠ પણ 20 જુલાઈએ ઉજવવામાં આવશે.

બેઝોસે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું અવકાશથી પૃથ્વી તરફ જોવું, તમને બદલી દે છે, આ ગ્રહ સાથેના તમારા સંબંધોને બદલી દે છે. હું આ ઉડાનમાંમાં સવાર થવા માંગુ છું કારણ કે આ એક એવી વસ્તુ છે, જેને હું હંમેશાથી જ કરવા માંગતો હતો. આ એક રોમાંચ છે. આ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Read Also

Related posts

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta

સુધરી જજો / કારમાં રોમાન્સ કરતા સમયે ખરાબ રીતે ફસાયું કપલ, ફક્ત એક ભૂલ અને ખતરનાક મુસીબત ગળે પડી

Zainul Ansari

Farmer cultivates the Bamboo : 25 રૂપિયાનો છોડ લગાવી કરી શરૂઆત, હવે કમાય છે લાખો રૂપિયા; જાણો સંપૂર્ણ બિઝનેસ પ્લાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!