GSTV
Gujarat Government Advertisement

ક્લાઈમેટ ચેન્જ સામે લડવા એમેઝોનના જેફ બેઝોસ રૂપિયા 715 અબજ ફાળવશે

Last Updated on February 19, 2020 by Mayur

ઓનલાઈન શોપિંગ સાઈટ એમેઝોનના માલિક જેફ બેઝોસે ક્લાઈમેટ ચેન્જ સામેની લડત માટે 10 અબજ ડૉલરના ડોનેશનની જાહેરાત કરી છે. રૂપિયામાં ગણતરી કરીએ તો આ રકમ 715 અબજ જેટલી થાય છે. આ રકમ બેઝોસની કુલ સંપતિના 8 ‘ટકા જેટલી માતબર છે. બેઝોસની સંપતિ અત્યારે 130 અબજ ડૉલર જેટલી છે. થોડા સમય પહેલા જ અમેરિકામાં એમેઝોનના કર્મચારીઓએ કંપનીની પર્યાવરણ સંરક્ષણ પોલિસી સામે વિરોધ નોંધાવ્યો હતો. કંપનીએ પર્યાવરણની જાળવણી કરવા માટે પગલાં ભરવા જોઈએ એવી કર્મચારીઓ ડિમાન્ડ કરી હતી. એ પછી બઝોસે આ નિર્ણય લીધો હતો.

સૌથી મોટા દાન પૈકીનું એક

બેઝોસે કહ્યુ હતુ કે આ રકમનો ઉપયોગ પર્યાવરણની જાળવણી માટે કામ કરતી વિવિધ સંસ્થા, વિજ્ઞાાની, સંશોધકો વગેરેને મદદ કરવા માટે થશે. જરૂર પડશે ત્યાં આ ફંડમાંથી રકમ ફાળવાશે. પર્યાવરણ સંરક્ષણ માટે જાહેર થયેલા સૌથી મોટા દાન પૈકીનું એક છે. આ પહેલા 2006મા અમેરિકી ઉદ્યોગપતિ વોરેન બફેટે 36 અબજ ડૉલરનું ડોનેશન કર્ર્યું હતું, જે આજ સુધીનું સૌથી મોટું છે. બેઝોસે આ જાહેરાત ઈન્સ્ટાગ્રામ પર કરી હતી.

2040 સુધીમાં કાર્બન ઉત્પાદન ઝીરો

બેઝોસે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ આજના યુગની સૌથી મોટી સમસ્યા છે. માટે તેની સામે લડત આપવા માટે મારાથી થાય એવો પ્રયાસ કરૂં છું. કંપનીએ 2040 સુધીમાં કાર્બન ઉત્પાદન ઝીરો કરવાની તથા 2024 સુધીમાં 1 લાખ ઈલેક્ટ્રિક ડિલિવરી વાન દોડાવાની પણ જાહેરાત અગાઉ કરી હતી.

કોણે કેટલુ દાન આપ્યું છે?

અમેરિકા તથા વિશ્વના અન્ય દેશોના ઉદ્યોગપતિઓ નિયમિત રીતે આ પ્રકારના ડોનેશનની જાહેરાત કરતા રહે છે. વિવિધ વૈશ્વિક હેતુ માટે પોતાનો ખજાનો ખુલ્લો મુકી દેનારા કેટલાક ભામાશાનું લિસ્ટ અહીં આપ્યું છે.

દાતાવર્ષરકમ અબજ ડોલર
વોરેન બફેટ200636.1
હેલન વોલ્ટન200716.4
જેફ બેઝોસ202010
લિઓના હેમ્સલી20055.2
જેમ્સ સોરેન્સન20084.5

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!