દુનિયાના સૌથી અમીર માણસ જૈફ બેઝોસ છે. તેમની અને દુનિયાના બીજા નંબરના અમીર વ્યક્તિ બિલ ગેટ્સની સપંત્તિ વચ્ચે 44 બિલિયન ડૉલરનું અંતર છે. એટલે કે 44 બિલયન ડૉલર કોઈ વ્યક્તિ પાસે હોય તો તે દુનિયાનો 13મો સૌથી અમીર વ્યક્તિ બની શકે છે. પણ હવે જૈફની પર્સનલ લાઈફની વાત કરીએ. તેમના ડિવોર્સ થવા જઈ રહ્યા છે અને તેનું નુકશાન માર્ક ઝુકરબર્ગને થવા જઈ રહ્યું છે.
— Jeff Bezos (@JeffBezos) January 9, 2019
તેમની પત્ની મૈકેન્જી બેઝોસ જે એક લેખિકા પણ છે. પાછલા 25 વર્ષથી જૈફ સાથે હેપ્પી મેરિડ લાઈફ વિતાવી રહી હતી. અને હવે બંન્ને ખુશી ખુશી અલગ થવા જઈ રહ્યા છે. જે માટે બેઝોસે ટ્વીટ પણ કર્યું છે. બેઝોસ દંપતિ કહી રહ્યું છે કે અમે ઘણા ખુશ નસીબ હતા કે અમને એક બીજાનો સાથ મળ્યો. અમે બંને સારા દોસ્ત બનીને રહીશું.
યૂએસના વોશિંગ્ટન રાજ્યના કાનૂન પ્રમાણે તલાક બાદ પતિની સંપત્તિ પત્નીમાં અડધી વહેંચાય જાય છે. જે પતિ પત્નીએ વિવાહ નામની સંસ્થામાં રહીને કમાઈ છે. એટલે કે જૈફની સંપત્તિ જે 137 બિલિયનની છે, તે હવે 68.5 બિલિયન થઈ જશે. જેના કારણે તે પહેલાથી ચોથા નંબરે આવી જશે.
માર્ક ઝકરબર્ગની સંપત્તિ 57.1 બિલિયન છે. જે સાતમાં નંબર પર છે. જે હવે આઠમાં નંબર પર આવી જશે. પણ શા માટે ? કારણ કે હવે એક નવા અરબપતિનો ઉદય થશે. 68.5 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે મૈકેન્જી બેઝોસની સંપત્તિ ઝુકરબર્ગ કરતા પણ વધારે છે. એટલે કે ફોર્બ્સની લિસ્ટમાં હવે ઝુકરબર્ગ પહેલા જૈફ બેઝોસની પત્ની મૈકેન્જી બેઝોસ સ્થાન મેળવશે.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ