ભારતીય જીવન વીમા નિગમ (LIC) તેના ગ્રાહકો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. આવી જ એક યોજના જીવન આનંદ પોલીસી છે. જો તમે ઈચ્છો છો કે વધુ રોકાણનો બોજ તમારા પર ન આવે અને થોડા વર્ષો પછી તમને મોટી રકમ મળે, તો તમે આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ યોજનામાં, તમને ઘણા મેચ્યોરિટી લાભો મળે છે. જીવન આનંદ યોજનાનું પ્રીમિયમ ટર્મ પોલિસી જેટલું જ છે. એટલે કે, જ્યાં સુધી તમારી પોલિસી અમલમાં છે ત્યાં સુધી તમે પ્રીમિયમ ચૂકવી શકો છો.

દરરોજ 45 રૂપિયા બચાવો
જીવન આનંદ પોલિસીમાં તમે દર મહિને લગભગ 1358 રૂપિયા જમા કરાવીને 25 લાખ રૂપિયા મેળવી શકો છો. આ માટે તમારે લાંબા ગાળા માટે રોકાણ કરવું પડશે. જો તમે જીવન આનંદ પોલીસીમાં 35 વર્ષ માટે રોકાણ કરો છો, તો યોજનાની મેચ્યોરિટી પછી તમને 25 લાખ રૂપિયા મળશે. આ માટે તમારે દરરોજ 45 રૂપિયા બચાવવા પડશે. આ રીતે, તમારે મહિના માટે 1358 અને વાર્ષિક લગભગ 16,300 રૂપિયા જમા કરાવવા પડશે.
બોનસ પણ મળશે
આ રીતે તમે 35 વર્ષમાં કુલ 5.70 લાખ રૂપિયા જમા કરાવશો. આમાં, બેઝિક સમ એશ્યોર્ડ પાંચ લાખ રૂપિયા હશે. આ ઉપરાંત, રૂ. 8.60 લાખનું રિવિઝનરી બોનસ અને રૂ. 11.50 લાખનું ફાઇનલ એડિશનલ બોનસ આપવામાં આવશે. આ પોલિસીમાં બે વાર બોનસ પણ મળે છે, પરંતુ આ માટે પોલિસી 15 વર્ષની હોવી જરૂરી છે.

ઘણા રાઇડર્સને મળે છે
જો પોલિસીધારકનું કોઇ કારણસર મૃત્યુ થાય છે, તો નોમિનીને પોલિસીના મૃત્યુ લાભના 125% મળશે. તે જ સમયે, જો પોલિસી ધારક પોલિસીની પાકતી મુદત પહેલા મૃત્યુ પામે છે, તો નોમિનીને સમ અશ્યોર્ડ જેટલી રકમ મળે છે. જીવન આનંદ પોલીસીમાં, લઘુત્તમ વીમા રકમ 1 લાખ રૂપિયા છે. મહત્તમ માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ પોલિસી સાથે તમને ચાર રાઇડર્સ મળે છે. એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઇડર, એક્સિડેન્ટ બેનિફિટ રાઇડર, ન્યૂ ટર્મ ઇન્સ્યોરન્સ રાઇડર અને ન્યૂ ક્રિટિકલ ઇલનેસ બેનિફિટ રાઇડર. આ યોજના હેઠળ કોઈ કર મુક્તિ ઉપલબ્ધ નથી.
Read Also
- સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર
- મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ, દુનિયા બદમાશ હો ગઈ’
- વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
- Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ
- સુરત / પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ આપ પાર્ટીને આપી ચીમકી, જાણો સમગ્ર મામલો