GSTV
Gujarat Government Advertisement

જીતના ઉન્માદમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા, રૂપાણી સાહેબ ક્યાં છે નિયમો, સામાન્ય પ્રજાને દંડ ફટકારતું ન્યાયતંત્ર કેમ મૂંગુમંતર

Last Updated on March 2, 2021 by pratik shah

ગુજરાત રાજ્યની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. અંદાજીત તમામ જગ્યાએ કેસરીયો લહેરાયો છે, ત્યારે બીજી તરફ જામનગરમાંથી ચોંકાવરા દ્રશ્યો સામે આવ્યા છે. જામનગરમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ભાજપે બાજી મારી છે. ત્યારે જીતની ઉજવણી માટે બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. બીજી તરફ જીવલેણ કોરોનાનું જાણે કે અસ્તિત્વ જ ન હોય તેમ મોટા પાયે માનવમેદની એકત્ર થઇ હતી. ઉલ્લેખનીય છે કે ઉપસ્થિત લોકો પૈકી મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વગર નજરે પડ્યા હતા.

વિજયના ઉન્માદમાં ભાન ભૂલ્યા કાર્યકરો

  • જામનગર: ભાજપના વિજયની ઉજવણીમાં કોરોનાની ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા
  • જીતની ઉજવણી માટે જંગી જનેદની એકત્ર થઈ
  • વિજયના ઉન્માદમાં ભાન ભૂલ્યા કાર્યકરો
  • મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા
  • સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો સરેઆમ થયો ભંગ

તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પણ ધજાગરા ઉડ્યા હતા. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જીતના ઉન્માદમાં કોરોના ભૂલાયો છે. જો હવે કોરોના ફેલાશે તે તો કોની જવાબદારી રહેશે.

નોંધનીય છે કે ભારે મેદની એકત્રીત થવાની પરવાનગી આપી કોણે? હાલ ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. સામાન્ય પ્રજાને દંડ ફટકારતું ન્યાયતંત્ર કેમ મૂંગુમંતર છે.

Gujarat Government Advertisement

Related posts

સરકારની સાંઠગાંઠ: કોડીનાર અંબુજા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટના નામે થાય છે ઉઘાડી લૂંટ

Pravin Makwana

અમદાવાદ: GMDCમાં 900 બેડની હોસ્પિટલ તૈયાર, અમિત શાહના નિરીક્ષણ બાદ વિધિવત રીતે થશે શરૂ

Pravin Makwana

રાવણરાજ: ભાજપ નેતાને બચાવવા પોલીસ આવી ગઈ, લગ્નમાં ટોળેટોળા એકઠા કરનારા નેતાને પોલીસે સત્તાવાર રીતે આપી ક્લિનચિટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!