નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મેઈન સેશન-1ની તારીખોમાં ફરીથી બદલાવ કર્યો છે. જોકે નવી તારીખોના હિસાબે JEE MAINની પ્રથમ સેશનની શરૂઆત 20 જૂનની જગ્યાએ 23 જૂનથી કરવામાં આવશે, તે 29 જૂન સુધી ચાલષે. આ બબાતની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. કયા શહેરમાં પરીક્ષા થશે અને કઈ તારીખે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે, તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મોટા ભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે જે શહેરને પ્રથમ પસંદગીના રૂપે નક્કી કર્યા હતા તેમને તેજ શહેર ફાળવવામાં આવ્યા છે.

પરીક્ષાનું માળખું અને પરીક્ષા કેન્દ્રની જાણકારી જાહેર કરવામાં આવી નથી
જોકે અત્યાર સુધી પરીક્ષાનું માળખું અને પરીક્ષા કેન્દ્રની જાણકારી જાહેર કરવામાં આવી નથી. એક મહત્વની બાબત ધ્યાનમાં લેવા જેવી એ પણ છે કે અત્યાર સુધી એડમિટ કાર્ડ પણ જાહેર નથી કરવામાં આવ્યું. પરંતુ એ વાતની પણ આશા જતાવવામાં આવી છે કે આજે કે કાલમાં એડમિટ કાર્ડને જાહેર કરવામાં આવી શકે છે. છેલ્લા ઘણા દિવસોમાં બદલાવ કરતા જણાવ્યું કે નિષ્ણાંતે જણાવ્યું કે સેશનના દિવસો ઓછા હોવાને કારણે હવે 20ની જગ્યાએ 14 સ્લોટ જ બચ્યા છે. એક દિવસમાં બે સ્લોટ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પહેલા આ સેશનનું આયોજન 20થી 29 જૂન સુધી આયોજીત કરવાનું હતું.

JEE મેઈન પરીક્ષા 2022
JEE મેઈન પરીક્ષા 2022 માટે એડમિટ કાર્ડ આજે જાહેર થઈ શકે છે. પરીક્ષા ખંડમાં દાખલ થવા માટે વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડની જરૂર પડશે. NTA જલ્દીજ એડમિટ કાર્ડ જાહેર કરશે. વિદ્યાર્થીઓ NTAની અધિકૃત વેબસાઈ nta.ac.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે. આ પરીક્ષાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જોકે આ વખતે પરીક્ષાની તારીખોમાં વારંવાર બદલાવ થયો છે. પહેલા એપ્રિલમાં યોજાવાની હતી, પછી તે ઠેલાઈને મે માં કરવાના હતા, હવે જૂનની તારીખોમાં પણ ફેરફા થયો.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી