નેશનલ ટેસ્ટિંગ એજન્સી વર્ષ 2021માં JEE mainની પહેલા સેશનની પરીક્ષા આવતી કાલ 23 ફેબ્રુઆરીથી શરુ થઇ રહી છે. પરીક્ષા આ વખતે 4 સેશનમાં આયોજિત થઇ રહી છે. ઉમેદવારો પોતાની સુવિધાનુંસાર એકથી વધુ વખત પરીક્ષામાં સામેલ થઇ શકે છે અને પોતાનો સ્કોર સુધારી શકે છે. પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ તથા મેમાં આયોજિત થશે.
આ ગાઇડલાઇન કરવી પડશે ફોલો

- પરીક્ષાના દિવસે ઉમેદવારોએ એડમીન કાર્ડમાં લખેલ સમય અનુસાર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું પડશે
- નક્કી સમયે પર ગેટ બંધ થયા પછી ઉમેદવારોને પ્રવેશ આપવામાં નહિ આવે
- પરીક્ષા પૂર્ણ થવા પહેલા કોઈ પણ ઉમેદવારોને પરીક્ષા ખંડ છોડવાની મંજૂરી આપી હતી.
- પરીક્ષા પુરી થવા પર પર્યવયક્ષકના નિર્દેશોની પ્રતીક્ષા કરો અને સલાહ આપે ત્યાં સુધી સીટથી ન ઉઠો
ઉમેદવારોને એક વખત ક્લાસરૂમમાંથી જવાની મંજૂરી આપવામાં આવશે. તમામ ઉમેદવારોને પરીક્ષામાં આવ્યા પહેલા એડમિડ કાર્ડ સાથે આપવામાં આવેલ કોરોનાના નિર્દેશો અને સલાહ સૂચન ડાઉનલોડ કરી વાંચવાના રહેશે. એની સાથે જ એનું સખતાઈથી પાલન કરવું પડશે. જો કોઈ ઉમેદવારે કોઈ પણ ધર્મ/જાતિ-રિવાજોના કોઈ વસ્ર પહેર્યા હશે તો તેણે પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી પોતાની તપાસ કરાવવાની રહેશે.
ડ્રેસ કોડનું ધ્યાન રાખો

નોટિસ અનુસાર, મોટા બટન વાળા મોટા બુટ અને કપડાં વાળા ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની મંજૂરી નહિ આપવામાં આવે.આભૂષણ અને ધાતુની વસ્તુને પણ મંજૂરી નહિ આપવામાં આવે.
આ વસ્તુ લઇ જવું નહિ
ઉમેદવારોએ કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ જેવા કે કેલ્ક્યુલેટર, પેન, સ્લાઈડ નિયમ, લોગ ટેબલ, મુદ્રિત અથવા લેખિત સામગ્રી, પેપરના ટુકડા, મોબાઈલ ફોન, પેઝર અથવા કોઈ ડિવાઈઝ સાથે રાખવાની મંજૂરી નથી.
NTA JEE Main 2021 Schedule
સેશન 1: 23, 24, 25 અને 26 ફેબ્રુઆરી 2021
સેશન 2: 15, 16, 17 અને 18 માર્ચ 2021
સેશન 3: 27, 28, 29 અને 30 એપ્રિલ 2021
સેશન 4: 24, 25, 26, 27 અને 28 મે 2021
Read Also
- કામનું / આ સ્કીમમાં કોઈપણ પૈસા ખર્ચ કર્યા વિના વર્ષે મેળવી શકો છો 42,000 રૂપિયાની આવક, કમાણી કરવાની છે આ રીતો…
- અતિ અગત્યનું/ એકવાર પ્રિમિયમ જમા કરાવતાં જ જિંદગીભર મળશે પેન્શન : 1 એપ્રિલથી તમામ વીમાકંપનીઓ લોન્ચ કરશે આ યોજના, જાણો શું મળશે ફાયદા
- ફફડાટ/ ભાજપ સરકારના છ પ્રધાનોને ‘જર્કિહોલીની ગંદી ટેપ’ ની ચિંતા, કોર્ટ પહોંચતાં મોદી સરકારના મંત્રી થયા નારાજ
- અદ્ભૂત : કરીના કપૂરે શેર કરી દિકરાની પહેલી ઝલક, વુમેન્સ ડે પર કરી આ સ્પેશિયલ પોસ્ટ, જોઈ લો કેવો છે
- મોટા સમાચાર/ 1000 કરોડની કાળી કમાણીનો થયો ખુલાસો : આઈટીના 27 સ્થળોએ દરોડા, 1.2 કરોડ રોકડા મળ્યા