ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી (IIT) ખડગપુર આજ 15 ઓક્ટોબરના રોજ JEE Advanced 2021 નું પરિણામ જાહેર કરી દેવાયું છે. પરીક્ષામાં સામેલ થયેલાં ઉમેદવારો પોતાનું રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ jeeadv.ac.in પર પોતાનું પરિણામ જોઇ શકશે. વિદ્યાર્થીઓ પોતાનો JEE Advanced રોલ નંબર અને ડેટ ઑફ બર્થની મદદથી લોગ ઇન કરીને પોતાનું પરિણામ જોઇ શકશે. જે માટે વિદ્યાર્થીઓએ jeeadv.ac.in પર જઈને jee advanced result 2021 ની લિંક ઓપન કરવાની રહેશે.

JEE Advanced Result ની સાથે-સાથે IIT ખડગપુર ઑલ ઇન્ડિયા ટોપર્સની લિસ્ટ સહિત અન્ય જાણકારી પણ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, IIT પ્રવેશ પરીક્ષા 3જી ઓક્ટોબરના રોજ દેશભરના પરીક્ષા કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી હતી.

મૃદુલ અગ્રવાલ રહ્યાં ટોપર
JEE એડવાન્સ 2021 માં જયપુરના મૃદુલ અગ્રવાલ (Mridul Agarwal) એ ઓલ ઇન્ડિયા રેન્કમાં નંબર 1 મેળવ્યો છે. મૃદુલ અગ્રવાલ કુલ 99.999 પર્સન્ટાઇલ સાથે JEE એડવાન્સ 2021 ટોપર (JEE Advanced 2021 topper) બન્યાં છે.
જાણો કેવી રીતે જોઇ શકશો તમારું પરિણામ?
- તમે JEE Advanced ની સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને પરિણામ ચકાસી શકશો.
- વેબસાઇટના હોમ પેજ પર તમે પરિણામની જાહેરાત બાદ તમને jee advanced result 2021 ની લિંક દેખાશે કે જેને ક્લિક કરો.
- હવે તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખની વિગતો દાખલ કરીને લોગ-ઇન કરો.
- પરિણામ તુરંત જ સ્ક્રીન પર દેખાશે.
આ રીતે ઓપન કરો ડાયરેક્ટ લિંક
JEE Advanced Result 2021 અને JEE Advanced 2021 ફાઇનલ આન્સર કી જોવાં માટે નીચે આપેલી લિંક ડાયરેક્ટ ઓપન કરો.

JEE એડવાન્સ પરિણામ 2021 બાદ વિદ્યાર્થીઓ શું કરશો?
JEE એડવાન્સ રિઝલ્ટ 2021 બાદ jeeadv.ac.in પર, JoSAA 2021 કાઉન્સલિંગ માટે josaa.nic.in પર રજિસ્ટ્રેશન શરૂ થશે.
JoSAA કાઉન્સલિંગ અને સીટ ફાળવણી પ્રક્રિયામાં 114 સંસ્થાઓ ભાગ લઇ રહી છે. આ સંસ્થાઓમાં IIT, NIT અને અન્ય GFTI સામેલ છે.
થોડી વાર પહેલાં ઓફિશિયલ વેબસાઇટ થઇ હતી ક્રેશ

ડાયરેક્ટ પરિણામ ચેક કરવા ઓપન કરો આ લિંક
READ ALSO :
- પોરબંદરમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્સોની ધરપકડ બાદ આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા વધુ એક શખ્સને પકડવા હવે ATSએ ચક્રો ગતિમાન કર્યા
- Ankit Gupta-Priyanka Chahar/ અંકિત- પ્રિયંકાએ સગાઈની અટકળો પર મૌન તોડ્યું, કહી દીધી આ વાત
- રથયાત્રા પૂર્વે ગુજરાત ATSની ટીમે આતંકી મોડ્યુલરનો કર્યો પર્દાફાશ, રાજ્યના વડા વિકાસ સહાયે બતાવ્યો સમગ્ર ઘટનાક્રમ
- NCPમાં મોટો ફેરફાર, શરદ પવારે સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા, ભત્રીજા અજીતને મોટો ફટકો
- એક દિવસની મુસાફરી માટે પણ જરૂરી છે આ ચીજ વસ્તુઓ, તેને તમારી બેગમાં પેક કરવાનું ન ભૂલો