GSTV

IIT-JEE Advanced 2021 / જેઈઈ એડવાન્સ માટે આજથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો સમગ્ર પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ

Last Updated on September 13, 2021 by Pritesh Mehta

દેશની ટોપ IITમાં પ્રવેશ માટે યોજાતી JEE એડવાન્સ પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ થશે. ઉલ્લેખનીય છે કે સ્ક્રીનિંગ ટેસ્ટ, JEEના પરિણામ જારી થયા પછી રજીસ્ટ્રેશન શરૂ થશે. ઉમેદવારે ધ્યાન રાખવું કે JEE એડવાન્સ માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર 2021 છે. જ્યારે અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2021 છે.

exam

કેવી રીતે અરજી કરવી

  • સ્ટેપ 1 – ઉમેદવાર સૌથથી પહેલા JEE એડવાન્સ 2021ની સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાવ
  • સ્ટેપ 2 – હવે હોમપેજ પર JEE મેન 2021 લોગિન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી લોગિન વિન્ડો પર રજીસ્ટ્રેશન કરો
  • સ્ટેપ 3 – વિદ્યાર્થી આપવામાં આવેલા ઓપ્શનના માધ્યમથી JEE એડવાન્સ માટે નવો પાસવર્ડ ક્રિએટ કરો
  • સ્ટેપ 4 – માંગવામાં આવેલી તમામ જાણકારી સાથે JEE એડવાન્સ 2021 અરજી પત્ર ભરો
  • સ્ટેપ 5 – હવે સ્કેન કરેલા ડોક્યૂમેન્ટ્સ અપલોડ કરો
  • સ્ટેપ 6 – નિર્ધારિત ગેટવે દ્વારા JEE એડવાન્સ એપ્લિકેશન ફી ચૂકવો
  • સ્ટેપ 7 – હવે અરજી પત્ર સબમીટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટ લઇ લો

JEE એડવાન્સ અરજદારોએ અરજીના સમયે કેટલાક ડોક્યૂમેન્ટ્સ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવા પડશે. આ ડોક્યૂમેન્ટ્સ JEE મેઈન 2020, 2021 લાયક ઉમેદવારો અને JEE મેઈન 2020 લાયક પરંતુ ગેરહાજર ઉમેદવારો માટે અલગથી સામેલ છે.

JEE એડવાન્સ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT)માં વિવિધ અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ, સાયન્સ અને આર્કિટેક્ચર કોર્સમાં પ્રવેશ માટે હાથ ધરવામાં આવે છે. JEE એડવાન્સ માટે લાયક ગણવા માટે અરજદારને ટોચના 2.5 લાખ સફળ JEE મેઇન ઉમેદવારોમાંથી એક હોવો જોઈએ. જે ઉમેદવારોએ JEE એડવાન્સ 2020 માટે લાયકાત મેળવી છે પરંતુ કોવિડ અથવા સંબંધિત કારણોસર ગેરહાજર છે તેમને JEE મેન 2021ની પરીક્ષા આપ્યા વગર સીધા JEE એડવાન્સ 2021માં બેસવાની મંજૂરી આપવામાં આવશે.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!