GSTV
Home » News » NDA સાથે નારાજગી પણ નથી કે અસંતુષ્ટ પણ નહીં, સરકારમાં સામેલ ન થવા અંગે નીતિશે કરી સ્પષ્ટતા

NDA સાથે નારાજગી પણ નથી કે અસંતુષ્ટ પણ નહીં, સરકારમાં સામેલ ન થવા અંગે નીતિશે કરી સ્પષ્ટતા

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે સરકારમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે. આ મામલે તેમણે જણાવ્યુ હતુ કે, અમને એનડીએ સાથે નારાજગી નથી પણ સાંકેતિક ભાગીદારીમાં રસ નથી. પરંતુ અમે એનડીએ સાથે છીએ. નીતિશ કુમારના આ પ્રકારના નિવેદન બાદ વિરોધીઓના નિશાને જેડીયુ આવી છે. આરજેડી નેતા શિવાનંદ તિવારીએ જણાવ્યુ કે.  ભાજપ અને જેડીયુ વચ્ચે તકરાર વધી રહી છે. એટલે નીતિશ ભાજપથી નારાજ થયા છે. જેથી તેમણે કેબિનેટમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે.

મહત્વનું છે કે વડાપ્રધાન મોદી અને તેમના કેબિનેટ સભ્યોએ પદ અને ગોપનીયતાના શપથ લઇ લીધા છે. જો કે આજના શપથગ્રહણ સમારંભમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે નીતીશકુમારના જદ(યુ) અને અનુપ્રિયા પટેલના અપના દળે સરકારમાં સામેલ નહીં થવાનો નિર્ણય લીધો છે. એટલે કે બંને પક્ષો એનડીએનો હિસ્સો છે પણ સરકારમાં સામેલ થયા નથી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે જદ(યુ)ને એક જ કેબિનેટ મંત્રી પદ ઓફર કર્યુ હતું. જે જદ(યુ)ને સ્વીકાર્ય ન હતું. જદ(યુ)ને આશા હતી કે તેને કેબિનેટ કક્ષાના બે અને રાજ્ય કક્ષાનો એક મંત્રી પદ મળશે. નીતીશકુમાર ઇચ્છતા હતા કે આરસીપી સિંહ અને લલ્લન સિંહને કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવે અને સંતોષ કુશવાહાને રાજ્ય પ્રધાન બનાવવામાં આવે. આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નીતીશકુમાર જાતિગત સમીકરણ બેસાડવાના પ્રયત્નો કરી રહ્યાં હતાં.

નીતીશકુમારને એક જ મંત્રી પદની ઓફર મળતા તેમણે સરકારને જણાવી દીધું હતું કે અમને મંત્રી પદની જરૃર નથી. નીતીશે જણાવ્યું હતું કે આ કોઇ મોટો મુદ્દો નથી અમે સંપૂર્ણપણે એનડીએમાં સામેલ છીએ. અમે એક સાથે કાર્ય કરી રહ્યાં છીએ.  ઉલ્લેખનીય છે કે ભાજપ પાસે ૩૦૩ સાંસદો હોવાથી તેને અન્ય કોઇ પક્ષના ટેકાની જરૃર નથી. સંસદમાં બહુમતી માટે ૨૭૨ સાંસદોની જરૃર હોય છે. નીતીશકુમારે જણાવ્યું હતું કે અમારા ૧૬ સાંસદો છે છતાં જો અમને અકાલી દળ અને રામવિલાસ પાસવાનના પક્ષ જેટલા મંત્રી પદ મળે તે યોગ્ય નથી.

READ ALSO

Related posts

બે ટ્રેનની સામ-સામી ધડાકાભેર ટક્કર: 16ના મોત, 50થી વધુ ઘાયલ

Mayur

चरति चरतो भगः ભારતના વાઘે જંગલમાંથી બહાર નીકળી 1600 કિલોમીટરનું વોકિંગ કરતા જાણકારો સ્તબ્ધ

Mayur

જમ્મુના ડોડામાં વાહન 500 ફુટ નીચે ખાઇમાં પડતાં બાળકો સહિત 16ના મોત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!