NDAના દરવાજા તમારા માટે બંધ છે, નેતાજી જ્યાંથી આવ્યાં ત્યાં પરત રવાના થયા

મહાગઠબંધનમાં સીટ વહેંચણી અંગે ખેચાખેચી થઈ રહી છે એવામાં સતાની લાલચમાં પટનાથી દિલ્હી આવેલા જતીનરામ માંજી વિશે એવું કહેવામા આવતું હતું કે તે પલ્લુ બદલી શકે છે પરંતુ તે નિષ્ફળ નિવડ્યાં છે અને તેમની આ સંભાવના હવે સપના જેવી થઈ ગઈ છે. જેડીયુંએ આવી શક્યતાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. જેડીયુએ કહ્યું છે કે જીતનરામ માંજી માટે એનડીએનાં દરવાજા બંધ છે અને હવે તેના વિશે કોઈ વાત કરવામાં નહી આવે.

જેડીયુના રાજ્યસભાના સાંસદ આર.પી.સી. સિંહે જણાવ્યું હતું કે એનડીએમાં માંજી ​​માટે કોઈ જગ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે જેડીયુ ‘વેટિંગ લાઉન્જ’ નથી. દેખીતી રીતે કહી શકાય કે જેડીયુનાં નેતાના આ નિવેદન પછી માંજી માટે આગળની ચૂંટણી એક પડકારરૂપ બની શકે છે. જેડીયુના વલણથી તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માંજીને જેટલી બેઠકો મળશે એમાં જ સંતોષ રાખવો પડશે અથવા તેને ગઠબંધનથી અલગ થવું પડશે.

બિહારની ચૂંટણીઓ પહેલાં મહાગઠબંધનના ઘટક પક્ષોનો ગુસ્સો ઓછો નથી થતો. ગઠબંધનમાં કેટલું ભાગમા આવશે એ વિશે કોઈ ઉકેલ નથી આવતો. માંજીનાં નારાજગી પછી મુકેશ સહની પણ ચૂંટણી નહીં લડે એવી વાતો સામે આવી રહી છે. ગુરુવારે સાંજે દિલ્હીથી પટણા પરત જવાનાં સમાચારે અચાનક રાજકીય વર્તુળોમાં તેમની વ્યૂહરચના અંગે ચર્ચા કંરવાનું શરૂ કર્યું છે.

બીજી તરફ માંજીએ દિલ્હીમાં કહ્યું કે અમે અમારા વલણ પર દૃઢ છીએ. કૉંગ્રેસ અને આરજેડી પછી અમને વધુ બેઠકો મળવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે બેઠક વહેંચણી પર 78-80 ટકા કામ કરવામાં આવ્યું છે પરંતુ 20 ટકા કામ હજી બાકી છે. 16 માર્ચના રોજ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી છે. તો વળી એ બાજુ મહા ગઠબંધનના અન્ય નેતા મુકેશ સાહની એ પણ ચૂંટણી ન લડવાનું મન બનાવી લીધુ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter